________________
૨૯૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
આજુબાજુ ખેડેલા એમના છ શિષ્યે પણુ કરી રહ્યા હતા. પડિતે મને જણાવેલું કે એક પણ અપવાદ સિવાય તે બધા જ પ્રતિષ્ઠિત, સુશિક્ષિત અને મેટી પછી તથા જવાબદારીવાળા માણસા છે.
હિપ્નેટીઝમના આધાર પર જરૂરી ખુલાસે। મળી શકે તેમ લાગતું હતું. એ ખુલાસાની યથાર્થતાનેા નિર્ણય કસેાટી કરીને કરી શકાય તેમ હેાવાથી મારા ઉતારા પર પાછા જઈને એ રૂમાલ ખીજા માણસાને બતાવવાને મેં વિચાર કર્યો.
વિશુદ્ધાનંદ મારી આગળ એક બીજો વધારે મેાટા ચમત્કારપ્રયાગ કરી બતાવવા માગતા હતા. એવેા પ્રયાગ એ ભાગ્યે જ કરતા. એમણે મને જણાવ્યુ` કે એ બીજા પ્રયાગ માટે ભારે સૂર્યપ્રકાશની જરૂર રહે છે. એ વખતે સૂર્યાસ્તની તૈયારી હતી અને સંધ્યાકાળ પાસે આવતા જતા હતા એટલે મારે માટે બીજે અઠવાડિયે બપેારે ફરી વાર આવવાનું નક્કી થયું ત્યારે એ મરેલાને કામચલાઉ જીવતા કરવાના આશ્ચકારક પ્રયાગ કરી બતાવવાના હતા !
એમની વિદાય લઈ ઘેર આવીને મે બીજા ત્રણ માણસાને એ રૂમાલ બતાવી જોયે.. દરેકે કબૂલ કર્યું કે એ હજી પણ સુગંધથી ભરેલા છે. એટલા માટે એ પ્રયાગને હિપ્નોટીઝમના સિદ્ધાંત લાગુ પાડી શકાય તેમ નહેાતા. એને હાથચાલાકીના ખેલ તરીકે તે આળખાવી શકાય તેમ હતું જ નહિ.
X
X
×
X
એક વાર હું ફરીથી વિશુદ્ધાનંદના ઘરમાં આવી પહોંચ્યા. એમણે મને જણાવ્યું કે એ નાના જીવાને જ પુનર્જીવન આપી શકે છે અને માટે ભાગે એકાદ પક્ષી પર જ પ્રયાગ કરે છે.
એક ચકલીને ગૂંગળાવીને મારી નાખવામાં આવી અને અમારી નજર સામે એકાદ કલાક સુધી રાખી મૂકવામાં આવી, જેથી તે ખરેખર ખતમ થઈ છે એની અમને ખાતરી થાય. એની આંખ અચળ હતી અને એની કાયા સખત અથવા અક્કડ. એ નાનકડા પક્ષીમાં જીવનની હયાતી બતાવનારું' એક પણ ચિહ્ન મને ન દેખાયું.