________________
રહર ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
સદ્ભાગ્યે મારી પાસે રેશમી રૂમાલ હતી. તે તેમને સુપરત કર્યો. પછી એમણે કાચને નાને ટુકડે લીધે અને કહ્યું કે પોતે સૂર્યનાં કિરણોને કેન્દ્રિત કરવા માગે છે, પરંતુ કાચના ગોળાની વર્તમાન દશા તથા એારડાની ઢંકાયેલી બાજુને લીધે એમ કરવામાં થોડીક મુશ્કેલી છે. કોઈ શિષ્યને બહારના ચેકમાં મોકલવાથી એ મુશ્કેલી દૂર થશે. એ પોતાના હાથમાં દર્પણ રાખશે, કિરણને ઝીલશે, અને ખુલી બારીમાંથી એમનું એરડામાં પ્રતિબિંબ પાડશે. -
“હવે તમારે માટે હું હવામાંથી સુવાસ પેદા કરીશ.” વિશુદ્ધાનંદે ઉદ્ગાર કાઢ્યો : “તમે કઈ સુવાસ પસંદ કરશે ?”
ચમેલીની.”
એમણે ડાબા હાથમાં મારો રૂમાલ લીધે અને એના ઉપર કાચને ગેળો ધર્યો. બે સેકંડ જેટલા ટૂંકા ગાળા દરમિયાન રૂમાલ પર સૂર્યપ્રકાશનું તેજસ્વી કિરણ રમતું રહ્યું. એ પછી કાચને નીચે મૂકીને એમણે મને રૂમાલ પાછો આવે. મેં એને નાકે લગાડ્યો તેમાંથી ચમેલીની સુમધુર સુવાસ આવી રહી હતી !
મેં રૂમાલ બરાબર તપાસી જોયો પરંતુ એમાં કઈ પ્રકારની ભેજની નિશાની ન લાગી. તેના પર કોઈ ખુશબોદાર પ્રવાહી નાખવામાં આવ્યું હોય એવું પણ ન લાગ્યું. મને નવાઈ લાગવાથી મેં એ વૃદ્ધ પુરુષ તરફ થોડીક શંકાભરી દૃષ્ટિએ જોવા માંડયું. એમણે એ પ્રયોગનું પુનરાવર્તન કરવા કહ્યું.
બીજી વાર મેં ગુલાબનું અત્તર પસંદ કર્યું. એના પ્રયોગ દરમિયાન મેં એમનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. એમના પ્રત્યેક હલનચલનને તથા એમની આજુબાજુની જગ્યાને ઝીણવટથી જોવામાં બાકી ન રાખ્યું. એમના નાનકડા હાથને તથા સફેદ સ્વચ્છ ઝભાને ટીકાત્મક દૃષ્ટિએ જોવા છતાં કશું શંકા જેવું ન જણાયું. એમણે પહેલાની જેમ જ પ્રયોગ કરીને ગુલાબના અત્તરની ખુશબો પેદા કરી અને રૂમાલને બીજો છેડો એ તીવ્ર ખુશબેથી ભરાઈ ગયે.