________________
બનારસના આશ્ચર્યકારક કામ કરનારા સંતપુરુષ
૨૫
કરતાં વિદ્યાર્થીઓ પૂજ્યભાવ પ્રકટ કરતા એમની આજુબાજુ ટોળે વળેલા દેખાતા હતા.
એક દાઢીવાળા સાધુને જોઈ મને એને વિશે માહિતી મેળવવાનું મન થયું. એ બનારસની યાત્રા માટે ૪૦૦ માઈલ પગપાળે આવેલો. આગળ જતાં મને એક બીજો વિચિત્ર માણસ જોવા મળ્યો. એણે પોતાને એક હાથ વરસોથી ઊંચો રાખેલ. એના એ કમનસીબ અંગના સ્નાયુ અને સાંધા લગભગ મૃતપ્રાય બની ગયેલા અને એને ઢાંકનારું માંસ એના પરની ચામડી સાથે લટકવા લાગ્યું હતું. સૂર્યના પ્રખર તાપને લીધે આવા માણસનાં મગજ થોડાંક ગાંડા બની ગયાં છે એવું માનવા સિવાય આવી વ્યર્થ તપસ્યાઓને ખુલાસો બીજી કઈ રીતે આપી શકાય ? એમ પણ હોઈ શકે કે ધાર્મિકતાથી ભરપૂર ભરેલી જાતિના આવા કમનસીબ સભ્યોનાં મગજ એકસો વીસ ડિગ્રી ઉષ્ણતામાનમાં રહેવાથી અસ્થિર બની ગયાં હોય.
બીજે દિવસે બરાબર ચાર વાગ્યે પંડિત કવિરાજ અને હું બંને વિશુદ્ધાનંદના ઘરના ચેકમાં પહોંચી ગયા. મોટા ઓરડામાં પ્રવેશીને અમે એમને પ્રણામ કર્યા. બીજા એક શિષ્યા ત્યાં હાજર હતા.
વિશુદ્ધાનંદે મને જરા નજીક જવાની આજ્ઞા કરી એટલે હું એમના કોચની થડે નજીક જઈને બેસી ગયો.
તમને મારે એકાદ ચમત્કાર જેવાની ઈચછા છે?” એમણે પ્રશ્ન કર્યો.
“ગુરુ દેવ જે મારા પર એવી કૃપા કરવા માગતા હોય તો મને ખૂબ જ આનંદ થશે.'
તે પછી મને તમારા રૂમાલ આપે. જે રેશમી રૂમાલ હોય તે વધારે સારું.' પંડિતે અનુવાદ કરી બતાવ્યોઃ “ફક્ત કાચ અને સૂર્યકિરણની મદદથી તમારી ઈચ્છા પ્રમાણેની સુવાસ ઉપજાવી શકાશે.'