________________
ભારતના આધ્યાત્મિક રહેસ્યની ખેાજમાં
એમને લઈને કાલે બપાર પછી આવી જજો.' વિશુદ્ધાનંદે સૂચવ્યું: હું તમને ચાર વાગ્યે મળી શકીશ.’
૨૯૪
.
મારે માટે પાછા ફર્યા સિવાય બીજો રસ્તા નહેાતા. રસ્તા પરથી ઘેાડાગાડી કરીને મેં સંસ્કૃત કૅલેજ તરફ પ્રયાણ કર્યું. ત્યાં પ્રિન્સિપાલ નહોતા. કાઈએ જણાવ્યું કે એ ઘેર મળી શકશે. એટલે મે બીજા અડધા કલાક સુધી આગળ સફર કરી, અને આખરે મધ્યકાળના ઇટાલિયન મકાનના જેવા દેખાવના એક માળના ઊંચા જૂના ઘરમાં એમની મુલાકાતના મને લાભ મળ્યું!.
પડિતજી ઉપરના એરડામાં જમીન પર બેઠા હતા. એમની ચારે તરફ પુસ્તકા, કાગળેા અને અભ્યાસવિષયક સામગ્રીના નાના ઢગલા પડવા હતા. એ બ્રાહ્મણ ખાસ માટું કપાળ, પાતળું લાંબું નાક અને ઊજળી આકૃતિ ધરાવતા હતા. એમનેા ચહેરા શિષ્ટ અને વિદ્વત્તાપૂર્ણ હતા. મેં એમને મારા સંદેશા કહી બતાવ્યા. શરૂઆતમાં એમણે થાડીક આનાકાની કરી. પરંતુ પછી એ મારી સાથે આવવા સંમત થયા. અમારી મુલાકાત નક્કી થઈ એટલે મેં વિદાય લીધી.
ગંગાની પાસે પહેાંચીને મે ધાડાગાડીને છૂટી કરી. સ્નાન કરનારા યાત્રીઓની સગવડ માટે તૈયાર કરાયેલાં પગથિયાંની લાંબી પક્તિવાળા ઘાટ પર મેં ફરવા માંડયું. વરસેાના વપરાશને લીધે એ પગથિયાં ખરબચડાં અને લીસાં થઈ ગયાં હતાં. બનારસનેા નદીતટવર્તી પ્રદેશ કેટલા બધા અસ્વચ્છ અને અનિયમિત હતા! મદિશ પાણી તરફ્ નમીને ઊભેલાં. એમના ચળકતા ઘુમ્મટા ઊંચાં રાજમહેલ જેવાં મકાનાની બાજુમાં જોઈ શકાતા. અને બધાં મકાને પ્રાચીન તથા અર્વાચીન બાંધણીના મિશ્રણરૂપ હતાં.
પુરોહિતા તથા પ્રવાસીઓ બધે જોવા મળતાં. નાનકડા, ઉઘાડા એરડાઓમાં પેાતાના વિદ્યાર્થીઓને ભણાવતા કેટલાક પડિતા પણું મને જોવા મળ્યા. એરડાઓની દીવાલા ધાળેલી હતી. આચાર્યાં આસન પર બેઠેલા અને એમના સંપ્રદાયાના સિદ્ધાંતાને સમજવાની કાશિશ