________________
બનારસના આશ્ચર્યકારક કામ કરનારા સંતપુરુષ
૧૯૩
ગવિદ્યાના વિદ્યાર્થી તરીકે મેં મારો પરિચય કરાવ્યો. મેં સ્પષ્ટ કર્યું કે મને મળેલા એમના શિષ્ય મને સારી પેઠે કહ્યું છે કે પિતાના ગુરુ પિતાની આશ્ચર્યકારક શક્તિઓનું જાહેર પ્રદર્શન કદી નથી કરતા, અને અજાણ્યા લેકેની આગળ એના પ્રયોગે એકાંતમાં પણ કવચિત જ કરી બતાવે છે. છતાં, મને એ વિષયમાં ઊંડો રસ હેઈ, એક અપવાદરૂપે મારા પર વિશેષ કૃપા કરવામાં આવે એવી ઈચ્છા રાખું છું. " શિષ્ય પોતાના ગુરુ મને જે જાતને સહકાર આપતા હતા એથી જાણે કે નવાઈ પામતા હોય તેમ પરસ્પર તાકી રહ્યા અને પછી ગુરુની સામે જોવા લાગ્યા. મને લાગ્યું તે પ્રમાણે વિશુદ્ધાનંદ સિત્તેરથી વધારે વરસના હતા. નાની નાસિકા અને લાંબી દાઢીથી એમનું મેટું સુશોભિત લાગતું હતું. એમની મોટી, ઊંડી આંખે જોઈને હું પ્રભાવિત થયે. એમની ગરદન પર બ્રાહ્મણની જઈ લટકતી હતી.
એ વૃદ્ધ પુરુષે, હું કોઈ સૂક્ષ્મદર્શક યંત્રથી જોવાની વસ્તુ હોઉં તેમ, મારા પર શાંતિપૂર્વક દષ્ટિ સ્થિર કરી. મને મારા હૃદયને કાઈ મહાન ભાગ્યશાળી વસ્તુને સ્પર્શ થતાં લાગ્યો. આખોય ઓરડો કે ગૂઢ શકિતથી છવાઈ ગયો હોય એવું લાગવા માંડયું, અને મને થોડીક અસ્વસ્થતાનો અનુભવ થયો.
છેવટે બંગાળી ભાષામાં એક શિષ્યને એમણે થોડાક શબ્દ કહ્યા. એણે મારી તરફ ફરીને જણાવ્યું કે ગવર્નમેન્ટ સંસ્કૃત કેલેજના પ્રિન્સિપાલ પંડિત કવિરાજને દુભાષિયા તરીકે ન લાવવામાં આવે ત્યાં સુધી મુલાકાત નહિ થઈ શકે. પંડિત અંગ્રેજીનું પૂરું જ્ઞાન ધરાવતા હતા તથા વિશુદ્ધાનંદના પુરાણા શિષ્ય હતા. એટલે અમારી વચ્ચે માધ્યમ બનવાની પૂરી ગ્યતા ધરાવતા હતા.
ભા. આ, રખે. ૧૯