________________
૨૯૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
જેવા માંડયું. દરેકને રસ આપનારા રાજકારણના નાદે કેટલાક વધારે લેકે પર જાદુ પાથર્યું હતું.
આખરે એક એવી શેરીમાં પ્રવેશ કર્યો જેમાંનાં મકાને મોટી ને સારી બાંધણીવાળાં હતાં તેમ જ આંગણાં પણ વિશાળ અને સ્વચ્છ હતાં. ઝડપી પગલે ચાલીને હું એક એવા દરવાજા પાસે આવી પહોંચ્યું જેના પર વિશુદ્ધાનંદ નામ લખવામાં આવેલું હતું. હું એ જ મકાનની શોધમાં હોવાથી, એના કંપાઉન્ડમાં પ્રવેશ્યો અને ઓસરીમાં આડા પડેલા કેઈ માણસની પાસે જઈ પહોંચ્યો. એ એક યુવક હતો અને એની મુખાકૃતિ બુદ્ધિમત્તાવાળી નહોતી. મેં એને હિન્દીમાં પૂછ્યું: ગુરુજી ક્યાં છે? પરંતુ એણે માથું ધુણાવીને જણાવ્યું કે એવા કોઈ પુરુષને એ નથી જાણતો. મેં ગુરુનું નામ કહી બતાવ્યું તેપણ મને એ જ ઉત્તર મળ્યો. પરિણામ નિરાશાજનક આવ્યું છતાં મેં નાસીપાસ ન થવાને નિર્ણય કર્યો. મારી અંદરના સલાહકારે મને ચેતવણી આપી કે યુવક કદાચ એવું માને છે કે એક અંગ્રેજને અહીં કશું કામ ન હોઈ શકે, અને એને ખાતરી થઈ છે કે હું ખરેખર કઈક બીજા ઘરની શોધમાં છું. એની તરફ ફરી દષ્ટિ કરીને મેં એને મૂર્ખ માની લીધે, અને એના હાવભાવની પરવા કર્યા વગર સીધે જ મકાનમાં પ્રવેશ કર્યો.
અંદરના ઓરડામાં અર્ધગોળાકાર વૃત્તમાં બેઠેલા ઝાંખા ચહેરાવાળા માણસો દેખાયા. સારાં વસ્ત્રોવાળા માણસો નીચે જમીન પર અને એક દાઢીવાળા વૃદ્ધ પુરુષ એક તરફ કોચ પર ટેકે દઈને બેઠા હતા. એમના આદરણીય દેખાવ અને ઉત્તમ આસન પરથી સહેજે જાણી શકાયું કે હું જેમને શોધી રહ્યો છું તે પુરુષ આ જ છે. મેં એમને બે હાથ જોડીને નમસ્કાર કર્યા.
“નમસ્તે !” મેં હિંદી ભાષામાં શિષ્ટાચારસૂચક શબ્દોચ્ચાર કર્યા.
મને મારી ઓળખાણ આપવાનું કહેવામાં આવવાથી ભારતમાં બ્રમણ કરતા એક લેખક તરીકે અને ભારતીય તત્ત્વજ્ઞાન ને