________________
બનારસના આશ્ચર્યકારક કામ કરનારા સંતપુરુષ ૨૯૧ કરે છે અને જેની પથ્થરની પ્રતિમાને સુવાસિત પુષ્પ ધરે છે ને નૈવેદ્ય અર્પણ કરે છે એ ભગવાન અત્યારે ક્યાં છે?
આગળ ચાલીને હું એક બીજ મંદિર પાસે ઊભો રહ્યો. ત્યાં ભગવાન કૃષ્ણની મૂર્તિની પૂજા થતી હતી. સોનેરી મૂર્તિ સમક્ષ કપૂર સળગતું હતું. ભગવાનનું ધ્યાન ખેંચવા માટે ઉપરાઉપરી ઘંટારવ કરવામાં આવતો હતો અને એમને સાંભળવા માટે શંખને નાદ થતા હતા. એક પાતળા કટ્ટર પૂજારીએ બહાર આવીને મારી સામે પ્રશ્નાર્થસૂચક નજરે જોવા માંડ્યું અને મેં આગળ ચાલવાને આરંભ કર્યો.
બનારસનાં મંદિરે ને મકાનની અંદર અસંખ્ય મૂર્તિઓ તથા પ્રતિમાઓની ગણના કણ કરી શકે ? આ ગંભીર જેવા દેખાતા, બાળક જેવા લાગતા, અને છતાં કેટલીક વાર પ્રખર તત્ત્વજ્ઞાની જેવા જણાતા, હિન્દુઓને કોણ સમજી કે સમજાવી શકે ?
અંધારી સાંકડી ગલીઓમાં પગપાળો એકલે આગળ વધતો હું પેલા ચમત્કાર કરનારનું ઘર શોધવા લાગ્યો. છેવટે સાંકડી ગલીએમાંથી હું પહોળા રસ્તાઓ પર આવી પહોંચ્યો. રખડતા, રેશે ભરાયેલા નાના છોકરાઓ, યુવાનો અને થોડાક પુરુષો લાંબી પંકિતમાં મારી પાસેથી પસાર થયા. એમના નેતાએ પકડેલા વાવટા પર કશુંક ઊકલી ન શકે એવા અક્ષરે લખ્યું હતું. તે વિચિત્ર પોકારો પાડતા હતા અને વચ્ચે વચ્ચે ગીત ગાતા હતા. મારી પાસેથી પસાર થતી વખતે એમણે વિરોધી આકૃતિ તથા તીખી નજરે મારી તરફ જોવા માંડયું. એના પરથી એ ચિત્રવિચિત્ર સરઘસ રાજકારણને લગતું છે એની મને ખાતરી થઈ. છેલી રાતે બજારની વચ્ચે કાઈ પોલીસ કે અંગ્રેજ નહોતો દેખાતો ત્યારે, કોઈએ મારી પાછળથી મને ગોળીએ દેવાની ધમકી આપી. હું તરત જ પાછો ફર્યો તે મેં ભલાભોળા લોકેાનું ટોળું જોયું. એના અવાજ પરથી યુવાન જેવો લાગતા પિલે ઝનૂની અંધકારમાં ક્યાંક અદશ્ય થઈ ગયો લાગ્યો. એટલા માટે રસ્તા પરથી દૂર અદશ્ય થતા એ રેવભર્યા સરઘસને પણ મેં દયાની નજરે