________________
૨૯૦
ભારતના આધ્યાત્મિ રહસ્યની ખેજમાં
ભુલભુલામણીવાળી શેરીઓ જોઈ. મારા ભ્રમણની પાછળ એક હેતુ હતો. મારા ખિસ્સામાં જે કાગળ હતો તેમાં ચમત્કારો કરનારા એક યેગીના ઘરનું ઠેકાણું લખેલું હતું. એમના શિષ્યને મને મુંબઈમાં મેળાપ થયેલે.
ઘોડાગાડી ન નીકળી શકે એવી સાંકડી શેરીઓમાં થઈને હું આગળ વધ્યો. જુદી જુદી જાતિનાં લેકેથી ભરચક ભરેલા, અસંખ્ય માખીઓ તથા કૂતરાંઓને લીધે ધાંધલવાળા લાગતા, ગીચ બજારોમાંથી મેં માગ કર્યો. ધોળા વાળ તથા બેસી ગયેલી છાતીવાળી વૃદ્ધાઓ; ઊજળાં ઘઉંવર્ણા ગાત્રો તથા સુંવાળાં શરીરોવાળી યુવતીઓ; માળા ફેરવતા અને કદાચ પચાસ હજાર વાર જપી ચુકાયેલા મંત્રને જપ કરતા યાત્રીઓ; ભસ્મ ચોળેલા ફીકા દેખાતા મેટી ઉંમરના સાધુઓ; તથા એવાં બીજાં સ્ત્રીપુરુષ સાંકડા રસ્તાઓ પર જમા થયેલાં હતાં. ધમાલ, અવાજ અને વિચિત્રતાથી ભરેલી શેરીઓમાંથી આગળ વધતાં હું આકસ્મિક રીતે સુવર્ણ મંદિર પાસે આવી પહોંચ્યા. ભારતભરની ધર્મપ્રેમી પ્રજામાં એ પ્રખ્યાત છે, ભસ્મ ચાળેલા વિચિત્ર દેખાવના, પશ્ચિમવાસીની નજરમાં ઉપેક્ષા જગાડનારા. સાધુઓ પ્રવેશદ્વારની આજુબાજુ નીચા નમતા દેખાયા. ભકતો અગણિત સંખ્યામાં અંદર અને બહાર આવતાજતા હતા. એમનામાંના કેટલાકના હાથમાં સુંદર ફૂલમાળાઓ હતી. તેને લીધે દશ્ય અત્યંત આનંદકારક લાગતું હતું. ધાર્મિક લેકે મંદિરમાંથી બહાર નીકળતી વખતે બારણાના પથ્થરના ઉંબરાને માથું અડાડતા અને પાછળ ફરીને મારા જેવા ગોરા નાસ્તિકને જોઈને થોડી વાર માટે આશ્ચર્યને અનુભવ કરતા. એમની અને મારી વચ્ચેના અદષ્ટ અંતરાયને એક વાર ફરીથી મને ખ્યાલ આવ્યો. - સેનાની જાડી ચાદરના બનેલા બે ધુમ્મટ તીખા સૂર્યપ્રકાશમાં ચમકી રહ્યા હતા. બાજુના મીનારા પર પિોકારો પાડતા પોપટે ઊડી રહ્યા હતા. સુવર્ણમંદિરમાં શંકર ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવેલી. મને થયું કે, જેની આગળ આ હિંદુઓ પ્રાર્થના તથા પિકારે