________________
બનારસને આશ્ચર્યકારક કામ કરનારા સંતપુરુષે
૨૮૯
, આ ભારતનું સૌથી પવિત્ર શહેર છે, પરંતુ એ અત્યંત ગંધથી ભરેલું છે. બનારસ ભારતનું સૌથી પ્રાચીન વસતીવાળું શહેર ગણાય છે. એની સુવાસ એની પ્રસિદ્ધિને સાચી કહી બતાવે છે. એની દુર્ગધ. યુક્ત હવાને બચાવ કરી શકાય તેમ નથી. હું હિંમત હારવા માંડ્યો. ગાડીવાનને હું એવો આદેશ આપું કે મને સ્ટેશને પાછું લઈ જાય ? આવી ભારેખમ કિંમત ચૂકવીને પવિત્રતાની પ્રાપ્તિ કરવા તદ્દન નાસ્તિક થવું શું નથી સારું ? અને એ પછી મને વિચાર આવ્યો કે આ નીરસ ભૂમિમાં વખતના વીતવાની સાથે માણસ બીજી કેટલીય અપરિચિત વસ્તુઓની સાથે અનુકૂળ થઈ જાય છે તેમ, આ હવાની સાથે પણ અનુકૂળ થઈ જતો હશે. પરંતુ બનારસ ! તું ભારતીય સભ્યતાનું સર્વોત્તમ સ્થળ હોય તોપણ, નાસ્તિક ગણાતા ગેરાઓ પાસેથી કાંઈક શીખીને તારી પવિત્રતામાં થોડીક સ્વચ્છતા પણ ભળવા દે !
મને જાણવા મળ્યું કે દુર્ગધીનું એક કારણ તો એ છે કે રસ્તાઓ માટી તથા છાણના મિશ્રણથી લીંપેલા છે. અને બીજું કારણ એ છે કે શહેરને ફરતી જૂની ખાઈને ઉપયોગ કેટલીય પેઢીઓથી વધારાની ગંદકીને ઢગલે કરવા માટે કરવામાં આવ્યો છે.
ભારતીય ઇતિહાસના આધાર પર બનારસ ઈ. સનાં બારસે વરસો પહેલાં એક જાણીતું શહેર હતું. મધ્યયુગમાં ધર્મપ્રેમી અંગ્રેજો જેવી રીતે કેન્ટરબરીના પવિત્ર શહેરની યાત્રા કરતા તેવી રીતે બનારસના પવિત્ર તીર્થસ્થાનમાં ભારતવાસીઓ દેશના પ્રત્યેક પ્રદેશમાંથી એકઠા થાય છે. હિંદુઓ ગરીબ કે અમીર ગમે તેવા હોય તો પણ એના આશીર્વાદ લેવા આવે છે. અને એ રોગી તથા દુઃખી અહીં આવીને પિતાના અંતિમ દિવસો પૂરા કરે છે, કારણકે એ સ્થળમાં મૃત્યુ થવાથી મુક્તિ મળે છે.
બીજે દિવસે મેં જૂના કાશીમાં પગપાળા ફરવા માંડયું. હિંદુઓ એ શહેરને કાશી કહેવાનું વધારે પસંદ કરે છે.) ને ત્યાંની વાંકીચૂંકી