________________
૧૧
બનારસના આશ્ચર્યકારક કામ કરનારા સંતપુરુષ
ખગાલમાંના પરિભ્રમણ દરમિયાન મને મળેલા અનુભવાને લિપિબદ્ધ કર્યા વિના જ હું આગળ વધીશ, અને પેાતાના પર્વતીય મઠમાં આવવાનું આમંત્રણ આપનાર ત્રણ તિબ્બતી લામાએ સાથેની મારી અણુધારી મુલાકાતાની વિગતામાં પણ નહિ ઊતરુ', કેમ કે બનારસના પવિત્ર શહેરમાં પ્રવેશવાની મને ઉત્સુકતા છે.
શહેરની પાસેના મેાટા લેાખડી પુલ પર ગાડી ગર્જના કરતી આગળ વધવા માંડી. એને અવાજ જૂનીપુરાણી, એક જ સ્વરૂપમાં રહેનારી પ્રાચીન સમાજવ્યવસ્થા પર આધુનિકતાના એક વધારે આક્રમણના સંદેશ આપતા હતા. પરદેશી અને નાસ્તિક લેાકેા ગ`ગાના આસમાની રંગનાં વાદળી જેવાં પાણીમાં સુસવાટા કરતી સ્ટીમ બોટા ચલાવવા માંડયા. એટલે પવિત્ર ગગા વધારે વખત સુધી ભાગ્યે જ પવિત્ર રહી શકે તેમ હતી.
ત્યારે હવે બનારસ આવી ગયુ...!
પરસ્પર હડસેલા મારીને ભીડમાંથી આગળ વધતા યાત્રીઓના મેાટા ટાળામાંથી પસાર થઈને હું સ્ટેશનની બહાર ઊભેલી એક ઘોડાગાડીમાં બેસી ગયેા. ધુળિયા રસ્તા પરથી પસાર થતી વખતે વાતાવરણમાંના એક નવા તત્ત્વની મને ખબર પડી. મે એની ઉપેક્ષા કરવાની કેાશિશ કરી જોઈ, પરંતુ એના વધતા જતા દબાણને લીધે મારું ધ્યાન એની તરફ ગયા વિના ન રહી શકયું.