________________
૨૮૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ઓષધિશાસ્ત્રના આધાર પર તમે આ વિશે કોઈ ખુલાસો કરી શકે છે ?” ડેકટરે માથું ધુણાવ્યું.
ના. એને ખુલાસો હું નથી આપી શકતો. આ બધું જોઈને હું પૂરેપૂરો મૂંઝવણમાં મુકાઈ ગયો છું.”
ઘેર આવીને મારી પેટી ખોલી મેં નોટબુક શોધવા માંડી. એમાં મેં પેલા અડિયાર નદીનાગી બ્રહ્મ સાથેની વાતચીતની નોંધ કરેલી. એનાં પૃષ્ઠો ફેરવતાં છેવટે મારી નજરે નોંધ પડી ઃ
“એ ઉત્તમ અભ્યાસનો આધાર લેનારને ગમે તેવાં ભયંકર ઝેર પણ કશી હાનિ નથી કરી શકતાં. એ અભ્યાસ અમુક ચોક્કસ પ્રકારનાં આસન, પ્રાણાયામ, ઈચ્છાશક્તિ તેમ જ મનની એકાગ્રતાની ક્રિયાએને સંયુક્ત અભ્યાસ હોય છે. અમારી પરંપરા પ્રમાણે, એની મદદથી સિદ્ધ પુરુષ પોતાની ઈચ્છા પ્રમાણેના પદાર્થ કે ઝેર પણ કઈ જાતની તકલીફ વિના સ્વાહા કરી જવાની શક્તિ મેળવે છે. પ્રયોગ અત્યંત અઘરો છે અને એની શક્યતાને સાચવી રાખવા નિયમિત રીતે કરા જોઈએ. એક વયોવૃદ્ધ પુરુષે એક વાર મને બનારસમાં રહેતા અને કોઈ પણ પ્રકારના નુકસાન વગર જથ્થાબંધ ઝેર પી શકતા યોગીની માહિતી આપેલી. એ યોગીનું નામ તૈલંગ સ્વામી હતું. એ દિવસેમાં શહેરમાં એ સુપ્રસિદ્ધ હતા. પરંતુ ઘણાં વરસો પહેલાં એમનું મૃત્યુ થયું છે. તૈલંગ સ્વામી શરીરસંયમ અથવા હઠયોગમાં અત્યંત આગળ વધેલા મહાન સિદ્ધપુરુષ હતા. વરસો સુધી એ ગંગાના તટ પર લગભગ નગ્નાવસ્થામાં રહ્યા, પરંતુ એમણે મૌનવ્રત ધારણ કર્યું હોવાથી કઈ એમની સાથે ભાગ્યે જ વાત કરી શકતું.”
થોડા વખત પછી નરસિંહ વામી કલકત્તામાં પાછા આવેલા ત્યાંથી એ રંગુન તથા બર્મા ગયા. ત્યાં પણ એમણે એવા જ પ્રયોગ કરી બતાવ્યા. પરંતુ મુલાકાતીઓની ઓચિંતી ભીડ થવાથી, ઘેર પહોંચ્યા પછી દર વખતની જેમ સમાધિમાં બેસવાનું ચૂકી ગયા. એને પરિણામે એમનું કરૂણ મૃત્યુ થયું.)