________________
જાદુગરો તથા સંતના સમાગમમાં
૨૮૫
પિતાની હથેળીમાં પાડ્યાં અને એમને જીભથી ચાટી લીધાં. પછી એમને સખત કાર્બોલિક ઍસિડ આપવામાં આવ્યું. એને પણ એ ચાટી ગયા. અમે એમને પેલું પોટાશિયમ સાયનાઈડ નામનું તીવ્ર ઝેર આપી જોયું. પરંતુ એને પણ એ સહેજ પણ સંકોચ વિના ગળી ગયા. એ આખોય પ્રયોગ આશ્ચર્યકારક અને ન માની શકાય તેવો હતો, છતાં અમારી આંખના પ્રત્યક્ષ પુરાવાને માન્યા સિવાય છૂટકો નહોતો. બીજે માણસ જેથી વધારેમાં વધારે ફક્ત ત્રણ જ મિનિટમાં મરી જાય એટલે પટાશિયમ સાયનાઈડ લેવા છતાં એમને દેખીતી રીતે જ કોઈ જાતની ઈજા નહોતી પહોંચી. ઊલટું, એ સ્મિતપૂર્વક ઊભા હતા.
એ પછી એક જાડી કાચની બાટલી તેડવામાં આવી અને એના ટુકડાને પાવડર સાથે લસોટી નાખવામાં આવ્યા. નરસિહ સ્વામી ધીમેથી મારી નાખનાર એ પાવડર ગળી ગયા. એ વિચિત્ર ખોરાક લીધા પછી ત્રણ કલાકે કલકત્તાના અમારા એક ડોકટરે યોગીના પેટમાં પંપ લગાડીને એમના પેટના સત્ત્વને બહાર કાઢયું. પેટમાં ઝેરની હયાતી સાફ જણાઈ આવી. બીજે દિવસે એમના મળમાં પાવડરવાળે કાચ દેખાયો.
અમારી કસોટી તદ્દન પ્રામાણિક અને શંકા વગરની હતી. સલ્ફરીક એસિડની શક્તિને ખ્યાલ એક તાંબાના સિક્કા પર એની મારક અસરને પ્રયોગ કરી બતાવીને આપવામાં આવ્યું. યોગીના પ્રયોગ વખતે હાજર રહેનારાઓમાં એક નેબલ પ્રાઈઝના વિજેતા વિખ્યાત વૈજ્ઞાનિક સર સી. વી. રામન પણ હતા. એમણે એ આખાય પ્રયોગને આજના વિજ્ઞાનને માટે પડકારરૂપ કહી બતાવ્યો. પિતાના શરીર સાથે પોતે આવી ટછાટ કેવી રીતે લઈ શકે છે એવા અમારા પ્રશ્નના ઉત્તરમાં નરસિંહ સ્વામીએ જણાવ્યું કે ઘેર જઈને તરત જ પોતે સમાધિમાં બેસી જાય છે અને મનની ઊડી એકાગ્રતાકાર ઝેરોની મારક અસરને મુકાબલે કરે છે.