________________
જાદુગર તથા તેના સમાગમમાં
૨૮૩
જો કે હું ધાર્મિક નહોતો પણ એ દેવદૂત જેવા પુરુષને નમ્રતાપૂર્વક નમી પડ્યો. સતત શાંતિની કેટલીક વધારે પળો પસાર થયા પછી એ મૃદુ સ્વરે બોલ્યા : | મારું જીવનકાર્ય હવે લગભગ પૂરું થયું છે. ઈશ્વરે આ શરીરને જે કામ કરવા અહીં મેકલેલું તે કામ તેણે મેટે ભાગે પૂરું કર્યું છે. હું વિદાય થાઉં તે પહેલાં મારા આશીર્વાદને સ્વીકાર કરે.”
(મારે કહેવું જોઈએ કે એ પછી થોડાક વખતમાં જ મને એમના મૃત્યુની માહિતી મળી.)
એમણે મારા અંતરને વિચિત્ર રીતે હલાવી નાખ્યું. ઊંઘવાનો વિચાર છોડી દઈને મેં કેટલીય શેરીઓમાં ફરવા માંડયું. છેવટે જ્યારે હું એક મોટી મસિજદ પાસે પહોંચ્યા અને મધ્યરાત્રીની નીરવતામાં નીકળતો “ઈશ્વર સૌથી શ્રેષ્ઠ છે ને ગંભીર ધ્વનિ મારે કાને પડ્યો, ત્યારે મને વિચાર થયો છે જેને હું વળગી રહ્યો છું તે બૌદ્ધિક સંશયવાદમાંથી મુક્ત કરીને જે કંઈ મને સરળ શ્રદ્ધાવાળા જીવન પર લગાડી શકે તેમ હોય તેમ તે માસ્ટર મહાશય જ છે એમાં શંકા નથી.
તમે એમનાથી વંચિત રહ્યા. તમારે માટે એમને મળવાનું કદાચ નહિ નિર્માયું છે. કેને ખબર છે ?”
એ શબ્દો કહેનારા કલકત્તાની એક હોસ્પિટલના હાઉસ સરજન ડૉકટર બંદોપાધ્યાયના હતા. શહેરના સૌથી હોશિયાર તબીબેમાંના એ એક ગણાતા. એમણે છ હજાર એપરેશન કરેલાં. એમના નામની પાછળ કેટલીય ડિગ્રીઓ હતી. મને મળેલા હઠયોગના થોડાક જ્ઞાનની એમની સાથે મળીને સંભાળપૂર્વક ઝીણવટભરી ચકાસણી કરવામાં મને ઘણે આનંદ મળેલ. ગના વિષયને બુદ્ધિની ભૂમિકા પરથી સમજવાના મારા પ્રયત્નમાં એમની દવાની વૈજ્ઞાનિક તાલીમે તેમ જ શરીરશાસ્ત્રને એમના પરિપકવ શાને મને ઘણી મદદ કરેલી.