________________
૨૮૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
ભરાઈ ગયું. રાતે પણ એ આવવા માંડ્યા ને એમના ગુરુને પ્રત્યેક શબ્દ સાંભળવા માટે ચાર માળના એ મકાનને દાદરો ચડતા રહ્યા.
થોડા વખત સુધી તે મેં પણ એમની સાથે જોડાવા માંડયું. માસ્ટર મહાશયનાં પવિત્ર વચને સાંભળવાની ઈચછા કરતાં વધારે તે એમની હાજરીમાં ફેલાતા આત્મિક ઓજસમાં સ્નાન કરવાની ઈચ્છાથી પ્રેરાઈને હું પણ ત્યાં પ્રત્યેક રાતે જવા લાગ્યું. એમની આજુબાજુનું વાતાવરણ શાંત અને સુંદર તથા સરળ અને સ્નેહમય હતું. એમ લાગતું હતું કે એમને કાઈક અંદરની ધન્યતા મળી ચૂકી છે અને એને પ્રકાશ સ્પષ્ટ છે. એમના શબ્દોને હું કેટલીય વાર ભૂલી જતું, પરંતુ એમનું કૃપાપૂર્ણ વ્યકિતત્વ મારાથી ભૂલી ન શકાતું. એમને જે વસ્તુ વારંવાર રામકૃષ્ણ પાસે ખેંચી જતી તે મને એમની પાસે ખેંચી જવા માંડી, અને મને સમજાવા લાગ્યું કે શિષ્ય જ્યારે મારા પર આટલું આકર્ષણ જમાવે છે ત્યારે ગુરુને પ્રભાવ કેટલો બધો પ્રબળ હશે!
છેલી સાંજે કેચ પર એમની બાજુમાં સુખપૂર્વક બેઠે ત્યારે વખત ક્યાં વીતી ગયો તેની ખબર ન પડી. કલાક પર કલાક પસાર થતો રહ્યો. અમારી વાતચીત દરમિયાન મૂગા રહેવાને શાંત સમય ન મળ્યો, છતાં એ લાંબે વખતે આવી પહોંચ્યો. એ પછી એ સદ્દગુરુ મારે હાથ પકડીને મને એમના મકાનના અગાસી જેવા છાપરા પર લઈ ગયા. ત્યાં સુંદર ચાંદનીમાં કૂડાં તથા ઘડાઓમાં ઊગેલા મોટા છોડવાઓની ગોળાકાર ગોઠવણી મારી નજરે પડી. નીચે દષ્ટિપાત કરતાં કલકત્તાનાં મકાનોની હજારે બત્તીઓને પ્રકાશ દેખાવા લાગે. | ચંદ્ર પૂરેપૂરે ખીલી ઊઠડ્યો હતો. માસ્ટર મહાશયને એની તરફ સંકેત કર્યો અને થોડા વખત સુધી શાંત પ્રાર્થનામાં મન પરોવ્યું. એમની પ્રાર્થનાની પૂર્ણાહુતિ સુધી હું એમની બાજુએ ધીરજપૂર્વક ઊભે રહ્યો. એમણે મારી તરફ ફરીને એમને આશીર્વાદ આપતો હાથ ઊંચે કર્યો અને ધીમેથી મારા મસ્તક પર મૂક્યો.