________________
જાદુગર તથા સતના સમાગમમાં
૨૮૧
, “મને વિચાર થાય છે કે કેવળ વિશ્વાસના આધાર પર ન જીવી શકનારા પરંતુ બુદ્ધિ અને તર્કને તપ્ત કરવાની ઇચ્છાવાળા માણસને રામકૃષ્ણ શું કહ્યું હેત ? ”
એમણે એને પ્રાર્થના કરવા કહ્યું હતું. પ્રાર્થનાની શક્તિ ઘણું પ્રબળ છે. રામકૃષ્ણ પોતે પણ ધાર્મિક સંસ્કારવાળા આત્મા
ને મેકલી આપવા માટે ઈશ્વરને પ્રાર્થના કરેલી, અને પછી તરત જ પાછળથી એમના ભક્તો કે શિખ્યો થનાર આત્માઓ આવવા માંડ્યા.”
પરંતુ કેઈએ પ્રાર્થના કરી જ ન હોય તો ?”
પ્રાર્થનાને ઉપાય છેલો છે. માણસને માટે છેવટને રસ્તે એ જ રહે છે. બુદ્ધિ જ્યાં નિષ્ફળ જાય છે કે નાસીપાસ થાય છે ત્યાં પ્રાર્થના મદદ કરે છે.' - “છતાં કોઈ તમારી પાસે આવીને કહે કે એની પ્રકૃતિને પ્રાર્થના નથી ફાવતી, તે તમે તેને શી સલાહ આપશે ?' મેં નમ્રતાપૂર્વક કહેવાનું ચાલુ રાખ્યું.
તે પછી તે આત્મિક અનુભવની પ્રાપ્તિ કરી ચૂકેલા સાચા સંતને વારંવાર સમાગમ કરે. એમને સતત સમાગમ એની સુષુપ્ત આત્મિક શક્તિને જગાડવામાં મદદરૂપ થશે. ઉચ્ચ કોટિના પુરુષો આપણું મનને અને આપણી ઈરછાઓને દૈવી હેતુ તરફ વાળી દે છે. તે ઉપરાંત, આત્મિક જીવનની ઉત્કટ ઈચ્છાને ઉત્તેજે છે પણ ખરા. એટલા માટે એવા પુરૂષોને સંગ પહેલા પગથિયા તરીકે, અને રામકૃષ્ણ પોતે કહેતા તેમ ઘણી વાર છેલા પગથિયા તરીકે પણ, ઘણે અગત્યનું છે.'
એવી રીતે અમે ઉત્તમ ને પવિત્ર વિષયોની ને શિવસ્વરૂપ ઈશ્વર વિના માણસને બીજી રીતે શાંતિ ન મળી શકે તેની વાતો કરી. એ આખીયે સાંજ દરમિયાન જુદા જુદા મુલાકાતીઓ આવ્યા કર્યા, આખરે આખેય નાને ઓરડો માસ્ટર મહાશયના ભક્તોથી