________________
૨૮૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
રીઓની સાથે હું સૂઈ જતો. એને લીધે કામચલાઉ વખત માટે પણ મને અનુભવવા મળતું કે હું એક સંપત્તિ વગરને મનુષ્ય છું.
“રામકૃણ તે વિદાય થયા છે, પરંતુ ભારતમાં પ્રવાસ કરશો. તેમતેમ એમના શરૂઆતના શિષ્યોની પ્રેરણાદ્વારા કરાતી સામાજિક કેળવણ, ઔષધિ તથા જીવદયાને લગતી પ્રવૃત્તિઓમાંથી કેટલીક દર્શન તમે કરી શકશે. એ શિષ્યોમાંના મોટા ભાગના શિષ્ય પણ હવે વિદાય થઈ ગયા છે. એ અભુત મહાપુરુષની અસરથી જેમનાં હદય અને જીવનનાં પરિવર્તન થયાં હોય એવા લોકોની સંખ્યાને ખ્યાલ તમને એટલે જલદી નહિ આવી શકે. કારણકે એમને સંદેશ એક શિષ્યદ્વારા બીજા શિષ્યને પરંપરાગત આપવામાં આવ્યો છે. એ શિષ્યોએ એને જેટલી વ્યાપક રીતે ફેલાવી શકાય એટલી વ્યાપક રીતે ફેલાવ્યો છે. એમનાં અનેક ઉપદેશવચને બંગાળીમાં લિપિબદ્ધ કરવાનું મને સદ્ભાગ્ય મળ્યું છે. એ છપાયેલા પુસ્તકને બંગાળના લગભગ પ્રત્યેક ઘરમાં સ્થાન મળ્યું છે, અને એના અનુવાદે ભારતના બીજા ભાગમાં પહોંચી ગયા છે. એના પરથી તમને સમજાશે કે રામકણની અસર એમના નજીકના શિષ્યોના નાનકડા મંડળને વટાવીને કેટલી બધી દૂર પહોંચી ગઈ છે!”
માસ્ટર મહાશય પિતાનું લાંબું વક્તવ્ય પૂરું કરીને શાંતિમાં ડૂબી ગયા. એમના મુખ તરફ મેં ફરીથી જોયું તો એ મુખ પરના બિનહિંદુ રૂપરંગથી મને નવાઈ લાગી. મારું મન એશિયા માઈનોરના નાનકડા રાજયમાં જઈ પહોંચ્યું, જ્યાં ઈઝરાયલનાં સંતાને એમની મુસીબતોમાંથી કામચલાઉ છુટકારો મેળવતાં. એમની વચ્ચે રહીને એમને ઉપદેશ આપતા આદરણીય પયગંબરરૂપે માસ્તર મહાશયનું રેખાચિત્ર મારી સામે ઊભું રહ્યું. એ કેટલા બધા ઉદાત્ત અને મોભાદાર દેખાય છે! એમની ભલાઈ, પ્રામાણિકતા, શીલવૃત્તિ, પવિત્રતા અને નિખાલસતા પારદર્શક છે. પોતાના આત્માના અવાજને અનુસરીને લાંબા કાળ સુધી જીવનારા માણસમાં જે આત્મગૌરવ હેય તે એમનામાં જોવા મળે છે.