________________
જાદુગર તથા સંતેના સમાગમમાં
રંપ
શિષ્યોમાંનું એક છે. એના એ ગુરુ આશરે એંસી વરસના છે, અને કંઈ એકાંત જંગલ પ્રદેશમાં નહિ પરંતુ કલકત્તાના હિંદુ લત્તાની વચ્ચે વાસ કરે છે.
મેં એમનું સરનામું માગ્યું. એણે એ ખુશીથી પૂરું પાડવું.
એમને મળવા માટેની તમારી પોતાની ઈચ્છા સિવાયની બીજી કોઈપણ પ્રકારની એાળખાણની જરૂર ત્યાં નહિ પડે.” વકીલે કહી બતાવ્યું.
અને એ પ્રમાણે હું હવે કલકત્તામાં રામકૃષ્ણના વયોવૃદ્ધ શિષ્ય માસ્ટર મહાશયના મકાનની તપાસ કરવા લાગે.
રસ્તાની પાસે આવેલા ખુલ્લા વાડામાંથી પસાર થઈને, એક મોટા જૂનાપુરાણું મકાનમાં લઈ જતી ઊંચી નિસરણી પાસે હું આવી પહોંચે. અંધારી નિસરણીનાં પગથિયાં પરથી આગળ વધીને છેક ઉપરના માળના નાના બારણામાંથી અંદર પ્રવેશ્યો. એ એક નાનો ખંડ હતો અને એને દરવાજો સપાટ, અગાસી જેવા છાપરા પર પડત. એની બે દીવાલે પાસે બેસવાની નીચી બેઠકે હતી. એક દીપક અને થોડાંક પુસ્તકે ને કાગળો સિવાય એ ઓરડામાં બીજું કશું જ નહોતું દેખાતું. ઓરડામાં એક યુવકે આવીને એના ગુરુ નીચેના માળથી ઉપર આવે ત્યાં સુધી રાહ જોવાની મને સૂચના કરી.
દસ મિનિટ થઈ ગઈ. નીચેના ખંડમાંથી બહાર પરસાળમાં આવીને કેઈ દાદર પર ચડતું હોય એવો અવાજ મને સંભળાય. મારા મગજમાં તરત જ ઝણઝણાટી પેદા થઈ ને મને એકાએક વિચાર આવ્યો કે એ માણસે પોતાના વિચારે મારા પર કેન્દ્રિત કર્યા છે. દાદર પર એ વ્યક્તિને પગરવ સંભળાયો. એમની ચાલ અત્યંત ધીમી હોવાથી, લાંબે વખતે એ ઓરડામાં આવ્યા, ત્યારે એમનું નામ જાહેર કરવાની જરૂર ન રહી. બાઈબલનાં પૃષ્ઠોમાંથી કોઈ માનનીય મુખ્ય પુરુષ પ્રગટ થયા હોય, અથવા પથ્થરયુગની કાઈક રંગબેરંગી આકૃતિએ શરીર ધાર્યું હોય, એવું લાગવા માંડયું. માથે