________________
૨૭૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ટાલવાળી, લાંબી સફેદ દાઢીવાળી, સફેદ મૂછ, ગંભીર મુખાકૃતિ અને મોટી મનનશીલ આંખવાળી, તથા ૮૦ વરસ જેટલા દુન્યવી જીવનને લીધે થોડાક નમી ગયેલા ખભાવાળી એ વ્યક્તિ માસ્ટર મહાશય વિના બીજી કોઈ જ ન હોઈ શકે એની મને ખાતરી થઈ.
કેચ પર બેસીને એમણે મારી તરફ મોઢું ફેરવ્યું. એમના શાંત ને ગંભીર સાન્નિધ્યમાં મને તરત જ પ્રતીતિ થઈ કે હળવી વાતો, વિનોદ કે ઠઠ્ઠામશ્કરી તથા મારા અંતરમાં અવારનવાર ઉત્પન્ન થતા ભયંકર દોષદર્શન અને ઘેરા શંકાવાદના ઉચ્ચારણને અવકાશ અહીં નથી લાગતો. ઈશ્વરની સંપૂર્ણ શ્રદ્ધા અને ચારિત્ર્યની ઉત્તમતાના સુભગ સમન્વયને પરિણામે પેદા થયેલું એમનું વ્યક્તિત્વ એમના દર્શન માત્રથી સૌ કોઈને દેખાઈ આવે તેમ હતું.
સંપૂર્ણ શુદ્ધ ઉચ્ચારણવાળા અંગ્રેજીમાં એમણે મને સંબોધન કર્યું. “તમારું સ્વાગત કરવામાં આવે છે.”
એમણે મને પાસે આવવાની અને એમના જ કેચ પર બેસવાની આજ્ઞા કરી. થોડીક મિનિટ સુધી એમણે મારો હાથ પકડી રાખે. મારે પરિચય આપવાનું અને મારા આગમનનું પ્રયોજન કહી બતાવવાનું મને ઉચિત લાગ્યું. મારું કર્તવ્ય પૂરું થયું એટલે એમણે મારે હાથ ફરી વાર માયાળુતાથી દબાવ્યો અને કહ્યું :
મહાન શક્તિએ તમને ભારતમાં આવવાની પ્રેરણું કરી છે, અને એ જ શક્તિ તમને અમારા દેશના સંતપુરુષોને સમાગમ કરાવી રહી છે. એની પાછળ ખરેખરો હેતુ સમાયેલો છે. એને તમે ભવિષ્યમાં જાણી શકશે. એની ધીરજપૂર્વક પ્રતીક્ષા કરે.”
તમારા ગુરુ રામકૃષ્ણ વિશે તમે કાંઈક કહી શકશે ?”
તમે એ વિષય છે છે જેને વિશે વાત કરવાનું મને સૌથી વધારે ગમે છે. એ અમને આશરે પચાસ વરસ પહેલાં છોડી ગયા છે, પરંતુ એમની સુખદ સ્મૃતિ મારે ત્યાગ કદી નથી કરી શકતી. મારા હૃદયમાં કાયમ માટે એ એ જ તાજી તથા સુવાસિત