________________
રેવું
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
કેટલાય લેકેની પેઠે પૈસાની ધીરધારને બંધ કરો, સોનેરી ફેંટાવાળો મારવાડી હતો. એ ઉપરાંત દક્ષિણને એક મજબૂત બાંધાને બ્રાહ્મણ વકીલ પણ હતો. એ સઘળા શ્રીમંત હતા કારણું કે એમની સાથે નોકર હતા. એમના એ અંગત નોકરો એમના ત્રીજા વર્ગના ડબામાંથી મોટા ભાગનાં સ્ટેશનેથી એમની સરભરા કરવાના ઉદ્દેશથી બહાર નીકળતા. | મુસલમાને મારી તરફ દષ્ટિ ફેકી, આંખ બંધ કરી, અને ખાલી જગ્યામાં નિદ્રા માટે ઝંપલાવ્યું. મરાઠી મારવાડી સાથે વાતે વળગ્યો. બ્રાહ્મણે ડબામાં હમણું જ પ્રવેશ કર્યો હોવાથી એને હજુ ઠેકાણે પડવાનું હતું,
મને વાતે વળગવાની ઈચ્છા હતી, પરંતુ વાત કરવાલાયક કાઈ ન દેખાયું. પૂર્વ ને પશ્ચિમની વચ્ચેને અદષ્ટ અંતરાય મને બીજા બધાથી અલગ પાડતો હોય એવું લાગ્યું એટલા માટે, જ્યારે બ્રાહ્મણે “રામકૃષ્ણનું જીવન”નામના શીર્ષકવાળી ચોપડી કાઢી ત્યારે મને ઘણે જ આનંદ થયો. એ નામ ચોપડીના પૂઠા પર એવા મેટા અક્ષરે છાપ્યું હતું કે મારાથી જોયા વિના ન રહેવાયું. હું લાલચ રોકી ના શકવાથી એની સાથે વાતે વળગ્યા. કોઈએ મને એક વાર એવું નહોતું કહ્યું કે રામકૃષ્ણ ઋષિઓમાં સૌથી છેલ્લા અથવા અંતિમ આધ્યાત્મિક મહાપુરુષ હતા ? એ મુદ્દા પર મેં મારા સહપ્રવાસી સાથે વાતચીત શરૂ કરી, અને એણે મને સાથ આપ્યો. અમે તાત્વિક ચર્ચાના ઉચ્ચતમ શિખર પર પહોંચી ગયા અને ભારતીય જીવનની ઘરેલુ બાજુની વાત કરતા નીચે ઊતર્યા.
જ્યારે જ્યારે એ ઋષિના નામને નિર્દેશ કરે ત્યારે એને સ્વર પ્રેમ ને પૂજ્યભાવથી ભરાઈ જતે, તથા એની આંખ પ્રકાશી ઊઠતી. લાંબા સમયથી સમાધિસ્થ થયેલા એ મહાપુરુષ પ્રત્યેની એની ભક્તિ યથાર્થ ને શંકારહિત હતી. બે કલાકની વાત દરમિયાન મને જણાયું કે એ બ્રાહ્મણને ગુરુ મહાન રામકૃષ્ણના બે કે ત્રણ જીવંત