________________
જાદુગર તથા સંતોના સમાગમમાં
રÚર
ઉપસંહારમાં એટલું કહી શકાય કે સાધુ સાધુને મિથ્યા અંચળો ઓઢનારો હોય કે સાચે સાધુ પરિવ્રાજક હોય, એની ખરેખરી યોગ્યતાને ક્યાસ કાઢવો હોય એના ઉપલક વેશ કે દેખાવની અંદર ડેકિયું કરતાં શીખવું જોઈએ.
તે જ વખતે ઘરની
વાર હતી અને લગ
કલકત્તાની સાંકડી ભરચક વસ્તીવાળી શેરીઓમાં હું ફરતે હતે, તે જ વખતે ધરતી પર રાત્રીના અંધારા ઓળા ઊતરી પડ્યા.
સવારનું દર્શન થવાને હજી વાર હતી. અમારી ગાડીએ ભયંકર ભાર સાથે હાવરા સ્ટેશનમાં પ્રવેશ કર્યો. માઈલ લાંબો ગાડીને રસ્તે. ચિત્તાઓ જેમાં સ્વૈરવિહાર કરતા એવા જોખમી જગતમાંથી પસાર થતો. રાત્રી દરમિયાન અમારુ એજિન એક ચિત્તા સાથે અથડાયું. ચિત્તો તરત જ મરી ગયો, અને એનું કપાઈ ગયેલું શરીર સ્ટેશને લાવવામાં આવ્યું. એનું ફાટી ગયેલું માંસ એની લેખંડી કાયામાંથી સહેલાઈથી બહાર આવતું નહોતું.
પરંતુ આગળ દેડતી જતી ગાડીમાં મારી શોધમાં માર્ગદર્શક થાય એવો એક ફણગો ફટી નીકળ્યો. ભારતની મોટા ભાગની મોટી લાઈનની ગાડીઓની જેમ એ ઠસેઠસ ભરી હતી. જે ડબામાં મને સૂવાની જગ્યા મેળવવાનું સદ્ભાગ્ય સાંપડયું હતું તે અનેક પ્રકારના માનવોથી ભરેલું હતું. એ એમના કામકાજની ચર્ચા એવી ખુલ્લી રીતે કરતા હતા જેથી એ કાણુ છે ને કેવા છે તે તરત જ જણાઈ આવતું હતું. એક માનનીય મુસલમાને ગળાની આજુબાજુ બંધ બટનવાળો લાંબો, કાળે, રેશમી કેટ પહેરેલ હતે. એના પાતળા માથા પર કાળી, સુંદર સેનેરી ભરતકામવાળી, ગાળા ટોપી હતી. એના પગની આજુબાજુ સફેદ પાયજામો હતો, અને લાલ ને લીલા તાણાવાણાવાળા એના સરસ બનાવટવાળા બૂટ એના પહેરવેશને કળાત્મક અંત પૂરી પાડતા. બીજો એક પશ્ચિમ ભારતને ઘઉંવર્ણો મરાઠી હતું. ત્રીજે પિતાની જાતને બીજા