________________
ર૭૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
મળતું એમ નહિ. અનિચ્છનીય તની પ્રધાનતા હોય એ સંભવિત છે. એનું કારણ વખતની વિધ્વંસકારી, પતનશીલ પ્રવૃત્તિ છે. એના અનિવાર્ય પરિણામરૂપે અધઃપતનનાં ચિહ્નો જોવા મળે છે. પરંતુ એને લીધે વધારે પ્રમાણમાં પ્રકાશી ઊઠનારા સાચા સંતોના અવશેષ જેવા બાકીના સંતો પ્રત્યે આંખમીંચામણાં કર્યું નહિ ચાલે. સાધુઓમાં એવી આશ્ચર્યકારક વિવિધતા જોવા મળે છે કે જેમને લીધે આખાય સાધુવર્ગ પર યશ કે અપયશનું લેબલ લગાડવાનું ઠીક નથી લાગતું. લેભાગુ ખુશામતખોર સાધુપુરુષની પરીક્ષા દેશ માટે મહાન આશીર્વાદરૂપ પુરવાર થશે એવી ખાતરી આપનારા ગરમ મગજના શહેરી વિદ્યાર્થીઓનું વલણ હું સમજી શકું છું. એની સાથે માટી ઉંમરના ને શાંત શહેરમાં રહેતા નમ્ર માનવોની એ વાતને પણ સમજી શકું છું કે ભારતીય સમાજમાં જે સંતપુરુષેનું ધ્યાન નહિ રખાય કે સંતપુરુષોને સ્થાન નહિ હોય તો તેની કિંમત કશી નહિ રહે,
બીજી દૃષ્ટિએ જોતાં એ સમસ્યા ભારતને માટે મહત્વની છે. કારણ કે આર્થિક મુસીબત કેટલાંક નવાં મૂલ્યાંકને કરવાની ફરજ પાડે છે. સાધુપુરુષો દેશમાં કોઈ અગત્યનું આર્થિક કામ નથી કરતા. વેશપલટાવાળા અજ્ઞ અથવા અભણ લોકો ગામડાંઓમાં ભણ્યા કરે છે અને કેટલાંક શહેરમાં પ્રસંગોચિત ભરાતા ધાર્મિક મેળાઓમાં ભાગ લે છે. બાળકને માટે તે કુતૂહલકારક ને મોટાને માટે ઉદ્ધત, દુરાગ્રહી ભિક્ષક જેવા થઈ પડે છે. પોતાને મળે છે તેના બદલામાં તેમની પાસે આપવા જેવું કાંઈ જ ન હોવાથી તે સમાજને માટે ભારરૂપ છે. તે છતાં કેટલાક ખરેખરા ઉમદા આત્માઓ પણ છે જેમણે ઈશ્વરની શોધ માટે ઊંચા હોદ્દાઓને તથા સંપત્તિને પણ ત્યાગ કર્યો છે. જયાં જાય છે ત્યાં પોતાના સંપર્કમાં આવનારાની ઉન્નતિ કરવા તે પ્રયાસ કરે છે. ચારિત્રયની કાંઈક પણ કિંમત હોય તો, પોતાને તથા બીજાને ઉપર ઉઠાવવાના તેમના પ્રયત્ન તેમને મળતા રોટીના ટુકડા કે ભાતની થાળી જેટલા મૂલ્યવાન તે જરૂર કહી શકાય.