________________
જાદુગર તથા સંતના સમાગમમાં
૨૬૯
ત્યાં તમે શું કરશે ?” “લેકેનાં અંધકાર ભરેલાં મનમાં પ્રકાશ પાથરવા ત્યાં પ્રવચને કરીશ. તમારા દેશમાં મોટાં શહેરમાં મંત્રમુગ્ધ કરનારાં પ્રવચને કરનાર અમારા મહાપુરુષ સ્વામી વિવેકાનંદને પગલે ચાલવાનું હું પસંદ કરીશ. અફસની વાત છે કે એ ભરજુવાનીમાં જ જતા રહ્યા. એમની સાથે એમની સર્વોત્તમ સોનેરી વાણી પણ જતી રહી.”
તમે કઈ વિચિત્ર સાધુ લાગે છે.” મેં કહ્યું. પિતાની આંગળીને નાકે લગાડીને એમણે ડહાપણભરી ભાષામાં ઉત્તર આપ્યો:
સર્વોત્તમ સૂત્રધારે રંગમંચ તૈયાર કર્યો છે. આપણે તે એ રંગમંચ પર આવતા જતા અભિનેતાઓ છીએ. એથી વિશેષ કશું જ નહિ. તમારા વિશ્વવિખ્યાત શેકસ્પીયર પણ એવું જ કહી ગયા છે.'
હવે મને પ્રતીતિ થઈ કે ભારતના સાધુસંતો એક જાતના ભારે સંમિશ્રણ જેવા છે. શક્તિ અથવા બુદ્ધિની દષ્ટિએ ફીકા દેખાવા છતાં મોટા ભાગના સંત સારા અને ખૂબ નિર્દોષ છે. બીજા કેટલાક દુન્યવી જીવનની દૃષ્ટિએ નિષ્ફળતાના નમૂનારૂપ અથવા તો આરામપ્રિય જીવનમાં માનનારા છે. એમનામાંના એકે મારી પાસે આવીને બક્ષિશની માગણી કરી. એની મોટી જટા, રાખ ચોળેલી કાયા અને લુચ્ચાઈથી ભરેલી મુખાકૃતિને લીધે એને દેખાવ તિરસ્કારપાત્ર લાગતો હતો. પરિણામ શું આવે છે તે જોવા માટે મેં એની આજીજીની ઉપેક્ષા કરવાને નિર્ણય કર્યો, પરંતુ એથી તે એને દુરાગ્રહ વધતા ગયા. આખરે જ્યારે પોતાની ખૂબ જ માનનીય મહત્વ ધરાવતી ગંદી જેવી જપમાળા વેચવાને એણે મારી આગળ પ્રસ્તાવ મૂકો અને મારી પાસે મોટી રકમની માગણી કરી, ત્યારે મેં એને ચાલ્યા જવાની આજ્ઞા કરી.