________________
જાદુગરો તથા તેના સમાગમમાં
२६७
* “હું ખય્યામનું પુસ્તક વાંચી રહ્યો છું.'
“ખયામ? મેં એમને વિશે નથી સાંભળ્યું. એ તમારા નવલકથાકારોમાંના એક છે?”
મને એ સવાલ સાંભળીને હસવું આવ્યું. “ના. કવિ છે.” થોડી વાર શાંતિ રહી.
તમે જબરા જિજ્ઞાસુ છે.” મેં કહ્યું: “તમે ભીખ માગવા ઇચ્છો છો ?'
હું પૈસાની ઈચ્છાથી નથી આવ્યો. એમણે ધીમેથી ઉત્તર આપે : “ હું ખરેખર જેની આશા રાખું છું, અથવા જે માગુ છું તે તે એ છે કે તમે મને કઈ પુસ્તક ભેટ આપે. મને વાચનને એટલે બધે શોખ છે તે તમે જાણો છે.”
ઠીક ત્યારે હું પુસ્તક આપીશ. હું બંગલે પાછો જાઉં ત્યારે તમે મારી સાથે આવી શકશો. તમને હું કેઈક હળવું તાજું પુસ્તક આપીશ. તે તમને અવશ્ય આનંદ આપશે
તમારે ખૂબ આભાર માનું છું.'
ડીક વાર ઊભા રહો. હું ભેટ આપું તે પહેલાં તમે મને કાંઈક વધારે જણાવો એવી આશા રાખું છું. તમારી પોટલીમાં ત્રીજુ પુસ્તક શેનું છે ?”
અરે એ તે તદ્દન રસ વગરનું પુસ્તક છે.” બનવાજોગ છે, છતાં મને એનું નામ કહી બતાવો.” એનું નામ નથી કહી બતાવવા જેવું.'
મેં આપવા ધારેલું પુસ્તક તમે હજુ પણ મેળવવા ઈચ્છે છે કે કેમ?”
એ ભાઈ છેડાક ગભરાઈ ગયા.
કાજામ