________________
જાદુગર તથા સંતોના સમાગમમાં
૨૬૫
કર્યો, અને એના પરિણામરૂપે મારા મન પર પડેલી પહેલાંની પ્રતિકૂળ અસરો જરા હળવી બની. એ છાપામાં ફેર પડ્યો.
એક પરિવ્રાજક સંતપુરુષ ભાંગીતૂટી પરંતુ સમજાય તેવી અંગ્રેજી ભાષા બેલતા હતા. એમના વિશેષ સંપર્કમાં આવવાથી એમનું વ્યક્તિત્વ ઘણું સુંદર લાગ્યું. એ ચાળીસ વરસ જેટલી ઉંમરના લાગતા હતા. ગળામાં એમણે પાતળી કંઠી પહેરી હતી. એમણે જણાવ્યું કે પોતે પ્રવાસ કરતાં કરતાં જુદા જુદા મઠે તથા મંદિરમાં ફરી રહ્યા છે. એક જ કફની પહેરીને, ભિક્ષા પર નિર્ભર રહીને, પૂર્વ તથા દક્ષિણનાં મુખ્ય તીર્થસ્થાનું દર્શન કરવાની એમની મહત્વાકાંક્ષા હતી. મેં એમને થોડીક ભિક્ષા આપી. બદલામાં એમણે મને તામિલમાં છપાયેલી એક પુસ્તિકા બતાવી. પીળા ડાઘાવાળી જૂનીપુરાણી એ ચોપડી એકાદ સૈકા પહેલાંની લાગી. એમાં કેટલાંક વિચિત્ર ચિત્રો હતાં. એમાંનાં બે ચિત્રોને સંભાળપૂર્વક ધીમેથી કાપી કાઢીને એમણે મને અર્પણ કર્યા.
મારા આપેલા નામ પ્રમાણેના એક શિક્ષિત અથવા સાહિત્યરસિક સાધુ સાથેની મારી મુલાકાત વધારે આનંદદાયક થઈ પડી. એક વાર જમીન પર બેઠે બેઠે એક દિવસ સવારે હું ઉમર ખય્યામન ગુલાબની સુવાસવાળાં પૃષ્ઠોનું વાચન કરી રહેલ. “રુબાયત ” કવિતા મને સદાયે મુગ્ધ કરતી, પરંતુ એક યુવાન ઈરાની લેખકે મને એને ગૂઢ અર્થ કહી બતાવ્યો ત્યારથી એની મસ્તીને માણવામાં મને બેવડે આનંદ આવ્યા કરતે. કદાચ કવિતામાંથી મળતા એ આનંદને લીધે જ મારી આગળ ચાલનારી વ્યક્તિને ખ્યાલ મને ન રહ્યો. હું એમાં એટલે બધે લીન બની ગયે, કે પુસ્તકનાં છાપેલાં પૃષ્ઠ પરથી નજર હઠાવીને મેં ઉપર જોયું ત્યારે જ એ એકાએક આવી ચડેલા મુલાકાતીને મારી આગળ પલાંઠી વાળીને બેઠેલા જોયા.
એમણે સાધુની ભગવી કફની પહેરેલી, અને જમીન પર દંડ કે લાકડી અને નાનું પોટલું મૂકેલું. એમાંથી દેખાતાં કેટલીક ચેપડીએનાં પૂઠાં મારી નજરે પડ્યાં.