________________
૨૬૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
આ પ્રયોગ સહેલાઈથી શીખવાનું શક્ય છે ખરું ?' મેં પૂછ્યું. ફકીરે હાસ્ય કર્યું.
વરસોના સખત અભ્યાસથી જ કાઈને આવી વસ્તુઓ પરનું પ્રભુત્વ પ્રાપ્ત થઈ શકે.”
ગમે તેમ પણ મને એની વાતમાં સચ્ચાઈને રણકે સંભળાયે. એ માણસ પ્રસન્ન તથા પ્રામાણિક લાગે. જે કે હું સ્વભાવથી જ શંકાશીલ હતા તે પણ, મારી શંકાશીલતાને મેં બાજુએ રાખી.
કેઈક અસાધારણું સ્વપ્નને જોઈને બહાર આવે તેવું તેમ, તબૂમાંથી હું અસ્વસ્થતાપૂર્વક બહાર નીકળ્યો ત્યારે, ખુશનુમા હવાએ મને તાજગી આપી. દૂરના કંપાઉન્ડમાં છાયા પાથરતાં સુંદર નાળિયેરીનાં વૃક્ષોની હારને હલાવતે એનો શબ્દ મને સંભળાયે. જેમ જેમ આગળ ચાલતો ગમે તેમ તેમ પેલા પ્રયોગો મને વધારે ને વધારે અવિશ્વસનીય લાગવા માંડ્યા. ફકીરે કઈ યુક્તિપ્રયુક્તિને આધાર લીધે હશે એવી મને શંકા થઈ શકે તેમ હતું, પરંતુ એનું ચારિત્ર્ય મને ઘણું પ્રામાણિક લાગ્યું. છતાં દેખીતા સંબંધ સિવાય જડ પદાર્થોને હલાવવાચલાવવાની એ આશ્ચર્યકારક કળાને ખુલાસે કેવી રીતે આપી શકાય ? પિતાના મનના કેવળ તરંગોને આધાર લઈને કોઈ પણ વ્યક્તિ કુદરતી કાનૂનેને કેવી રીતે કેરવી શકે તે મારી સમજમાં ન આવ્યું. કદાચ આપણે માનીએ છીએ તેટલા પ્રમાણમાં વસ્તુઓના સ્વભાવનું જ્ઞાન આપણને નથી મળ્યું.
પુરી ભારતનાં પવિત્ર શહેરેમાંનું એક છે. જૂના વખતથી ત્યાં મઠે ને મંદિરનું વર્ચસ્વ છે. ઉત્સવના ખાસ દિવસ દરમિયાન પ્રવાસીઓ શહેરમાં મોટી સંખ્યામાં ભેગા થાય છે અને બે માઈલની મુસાફરીમાં જગન્નાથના પ્રચંડ રથને ખેંચવામાં મદદ કરે છે. એ તકનો લાભ લઈને ત્યાં આવતા સંતપુરુષોને મેં સમાગમ