________________
જાદુગર તથા સંતેના સમાગમમાં
૨૬૩
મારી ઉંમર તેર વરસની હતી ત્યારે મારા પિતાજીના બકરોના ટોળાની દેખરેખ રાખવાનું મને સોંપાયું. એક દિવસ અમારા ગામમાં એક પાતળા તપસ્વી આવ્યા. એમનું પાતળું શરીર ભય લાગે તેવું હતું. એમની ચામડીમાંથી હાડકાં જાણે કે બહાર લટકતાં. મારા પિતાજી સંતપુરુષો પ્રત્યે પૂજ્યભાવ અને આદર રાખતા હોવાથી, એમણે રાતવાસાની તથા ખોરાકની માગણી કરવાથી, એમની માગણી એમણે તરત જ પૂરી કરી. કેણ જાણે કેમ પણ એક રાત રહેવાને બદલે, એમણે પિતાનો મુકામ એક વરસ સુધી લંબાવ્યા. અમારા કુટુંબને એ એટલા બધા ગમી ગયા કે મારા પિતાજીએ એમને અવારનવાર રોકાવાને અને અમારું આતિથ્ય માણવાનો આગ્રહ કર્યો. એ એક અદ્ભુત માણસ હતા, અને અમને શરૂઆતમાં જ ખબર પડી કે એ આશ્ચર્યકારક શક્તિથી સંપન્ન છે. એક દિવસ સાંજે અમે ભાત ને શાક્રનું સાદું ભજન કરી રહ્યા હતા ત્યારે, એ મને અવારનવાર બારીકાઈથી જેવા લાગ્યા. મને તે જોઈને નવાઈ લાગી. બીજે દિવસે સવારે હું બકરાંનું ધ્યાન રાખતો હતો ત્યાં તે આવી પહોંચ્યા ને મારી બાજુમાં બેસી ગયા.
બેટા, તેમણે કહ્યું: “તને ફકીર બનવાનું ગમશે ખરું ?”
“ફકીરના જીવનને સ્પષ્ટ ખ્યાલ મને નહોતે, પરંતુ એની આઝાદી અને અભુતતા મને ખૂબ જ અસર કરતી હતી. તેથી મેં જવાબ દીધો કે મને ફકીર થવાનું ગમશે. એમણે મારાં માતાપિતાને વાત કરી અને કહ્યું કે ત્રણ વરસ પછી એ પાછા આવશે ને મને પિતાની સાથે લઈ જશે. વિચિત્ર વાત તો એ બની કે એ સમય દરમિયાન મારાં માતાપિતાનું મૃત્યુ થયું. તેથી એ પાછા આવ્યા ત્યારે એને સાથ કરવા હું સંપૂર્ણ પણે સ્વતંત્ર હતો. પછી તે અમે ગામડેગામડે પ્રવાસ કરતા દેશમાં ફરવા માંડયા. હું એમના શિષ્ય તરીકે અને એ મારા ગુરૂપે. આજે તમે જે ચમત્કારે જોયા તે ખરેખર તે એમના જ છે. કારણ કે આ ચમત્કાર કરવાની કળા મને એમણે જ શીખવી છે.”