________________
૨૬૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એને ભેદ ઉકેલવાનો પ્રયત્ન મેં મનોમન કરી જે. મને તરત જ વિચાર આવ્યો કે પાતળા લાંબા વાળને જે એક બાજુથી વીંટવામાં આવે તે સળિયાને તે પોતાના ગાળામાં પકડી શકે અને છતાં લગભગ અદષ્ટ રહી શકે. પછી મેં મારી નૃત્ય કરતી વીંટીને યાદ કરી. ફકીર થોડાંક ડગલાં દૂર ઊભેલ અને એને બન્ને હાથમાં વાજિંત્ર હતું તે પણ યાદ કર્યું. ફકીરના મદદનીશને દોષ દેવાનું ઠીક ન લાગ્યું, કારણ કે ઢીંગલીઓના હલનચલન દરમિયાન એ તંબુની બહાર ઊભેલે. આખીય વસ્તુને વધારે ઝીણવટથી કસી જોવા, એક ઉસ્તાદ જાદુગર તથા હાથચાલાકીવાળા માણસ તરીકે મેં એનાં વખાણ કર્યા.
એનું કપાળ ઝાંખું પડી ગયું અને એણે ઉગ્રતાપૂર્વક એવા હોવાને ઇનકાર કર્યો.
ત્યારે તમે શું છે ?” મેં મારી તપાસ ચાલુ રાખી. “હું એક સાચે ફકીર છું. પોતાના મદદનીશની મદદથી એણે ગૌરવપૂર્વક ઉત્તર આપ્યોઃ “– વિદ્યાને અભ્યાસી છું.” એણે ઉર્દૂમાં કહી બતાવેલું એ વિદ્યાનું નામ મારાથી ન સમજી શકાયું.
મેં જણાવ્યું કે આવી બાબતોમાં મને રસ છે.
“હા. તમે ટેળામાં આવી પહોંચ્યા તે પહેલાં મને તેની ખબર પડેલી.” એણે સૂકા સ્વરમાં ઉત્તર આપ્યો : “મેં તમને એટલા માટે જ તંબૂમાં બોલાવ્યા હતા.'
“ બરાબર.
એમ ન માનતા કે હું લોભને લીધે પૈસા ભેગા કરું છું. મારા દિવંગત ગુરુને માટે ભવ્ય દરગાહ બાંધવા માટે અમુક રકમ જોઈએ છે. એ કામની પાછળ મેં દિલ લગાડી દીધું છે, અને એ બંધાશે નહિ ત્યાં સુધી હું નહિ જપું.”
એના જીવન વિશે જરા વધારે કહેવા મેં એને પ્રાર્થના કરી. ઘણી નાખુશીપૂર્વક એણે મારી પ્રાર્થનાને સ્વીકાર કર્યો. .