________________
જાદુગર તથા સંતેના સમાગમમાં
૨૧
મેં મેજનું નિરીક્ષણ પણ કરી જોયું, પરંતુ કશું જ શંકાજનક ન દેખાયું.
સળિયા મેજ પર પડી રહેલ. ફકીરે પોતાના હાથની હથેલીએને ભેગી કરીને જોરથી લગભગ એકાદ મિનિટ લગી ઘસી જોઈ. પછી પોતાના શરીરને ઉપરનો ભાગ છેડેક આગળ ઝુકાવીને હાથને એણે લોઢાના સળિયાથી ડાક ઇંચ ઉપર રાખ્યા. હું એને
ધ્યાનપૂર્વક જોવા માંડ્યો. એણે આંગળીઓ સળિયા તરફ રાખીને, પિતાના હાથને ધીમેથી પાછા ખેંચવાનું શરૂ કર્યું, એ વખતે મેં નવાઈભરી નજરે જોયું કે કાટવાળે સળિયે એનું અનુકરણ કરવા લાગ્યો. ફકીરની પાછા ખસવાની ક્રિયાની સાથેસાથે એ મેજ પર પિતાની મેળે જ ચાલવા માંડ્યો !
ફકીરની આંગળીઓ અને સળિયા વચ્ચેનું અંતર આશરે પાંચ ઇંચ હતું. એના હાથ મેજની ધાર પર મુકાયા ત્યારે સળિયો પણ ત્યાં જ અટકી ગયો. ફરી મેં એની તપાસ કરવા દેવાની માગણી કરી, અને તે માટે મંજૂરી પણ મને તરત જ મળી ગઈ મેં સળિયે તરત જ ઊંચો કર્યો, પરંતુ એમાં કશું ખોટું ન જણાયું. એ એક જૂના લેઢાને ટુકડે જ હતો.
ફકીરે પોલાદના હાથાવાળી છરી પર એ પ્રયોગ ફરી વાર કરી બતાવ્યો.
એ અસામાન્ય પ્રયોગોના બદલામાં મેં એને ઉદારતાથી બક્ષિશ આપી, અને એ પ્રયોગોના સંબંધમાં થોડુંક સ્પષ્ટીકરણ કરાવવાને પ્રયત્ન કરી જે. ફકીરે એવી માહિતી પૂરી પાડી કે લેઢામાં એક જાતની ખાસ શક્તિ હોવાથી, પ્રયોગ કરવા માટેનો પદાર્થ મોટે ભાગે લેઢાને અથવા તો લોઢાના સમાવેશવાળો હોવો જોઈએ? હવે આ કળામાં પિતે એટલી બધી સિદ્ધહસ્તતા પ્રાપ્ત કરી છે કે સેનાના પદાર્થો પર પણ એવી જ રીતે પ્રયોગ કરી શકે છે.
ભા. આ. ૨. ખે. ૧૭