________________
૨૬૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
વદન પર તરી આવી હશે, કારણકે ફકીરે એને યુવાન મદદનીશને બેલાવ્યો. એણે મને પૂછ્યું કે એના ગુરુની આથી વધારે શક્તિને જેવાની મારી ઇચ્છા છે કે કેમ. મેં હા કહી, એટલે એણે ફકીરને જૂનું વાજિંત્ર આપ્યું અને મારી વીંટીને મેજ પર મૂકવાની માગણી કરી. મારી આંગળી પરથી વીંટી કાઢીને મેં એની આજ્ઞાનું અનુસરણ કર્યું. એ વીંટી અડિયાર નદીના તપસ્વી બ્રહ્મ મારી વિદાય વખતે મને ભેટ આપેલી તે જ વીંટી હતી. ફકીરે થોડાંક ડગલાં દૂર જઈને ઉર્દૂમાં ઉપરાઉપરી આદેશ આપવા માંડ્યા તે વખતે મેં એના સોનેરી કાપા તથા લીલા પથ્થરનું અવલોકન કરવા માંડયું. પ્રત્યેક શબ્દની સાથે વીંટી હવામાં ઉપર ઊઠીને નીચે પડવા લાગી ! પિલે માણસ એના જમણા હાથની મદદથી પિતાના આદેશને અનુકૂળ અભિનય કરતો હતો. એના ડાબા હાથમાં પેલું વાજિંત્ર હતું.
હવે એણે એ વાજિંત્ર વગાડવાની શરૂઆત કરી. અને મેં મંત્રમુગ્ધ બનીને જોયું કે એના સંગીત સાથે સંવાદ સાધતાં વીંટીએ મેજ પર નૃત્ય કરવાનું શરૂ કર્યું ! પેલો માણસ એની પાસે પણ નહોતો ગયો કે એને સ્પર્શ પણ નહોતો કરતો. એ નેધપાત્ર પ્રયોગનું રહસ્ય હું સમજી ન શક્યો. જડ ધાતુના ટુકડાને આટલી રહસ્યમય રીતે પલટાવીને મૌખિક આદેશનું પાલન કરતો પદાર્થ બનાવી દેવાનું કેવી રીતે શક્ય હોઈ શકે ?
પેલા મદદનીશે મારી વીંટી પાછી આપી ત્યારે મેં એને બારીકાઈથી તપાસી જોઈ, છતાં એના પર કોઈ પણ નિશાની જોઈ ન શકાઈ.
ફકીરે ફરી વાર પોતાની સુતરાઉ પિટલી છેડી. આ વખતે એણે એક સીધે કાટ ચડેલો સળિયો કાઢો. એ લગભગ અઢી ઈચ લાંબો અને અડધો ઈંચ પહોળો હતો. એને એ મેજ પર મૂકવા જતો હતો ત્યારે મેં વચ્ચે પડીને એના મદદનીશને તેની તપાસ કરવા દેવાની વિનતિ કરી. એમણે એને વિરોધ ન કર્યો એટલે મેં એને બરાબર તપાસી જોયો. એના પર દોરા નહોતા બાંધ્યા. એને પાછો આપીને