________________
જાદુગરી તથા સતાના સમાગમમાં
૨૫૯
પછી પેલા માણસ મેજથી એકાદ વાર દૂર ઊભા રહો અને ઉર્દૂમાં આદેશ આપવા લાગ્યા. એને લીધે એકાદ બે મિનિટમાં તે ઢીંગલી મેજ પર હાલવાચાલવા અને પછી નૃત્ય કરવા લાગી ! સંગીતનિયામક જેવી રીતે સમય પસાર કરવા લાકડી હલાવે તેવી રીતે એણે એક નાની લાકડી હલાવવા માંડી, અને ર`ગબેરંગી ઢીંગલીએ એના અભિનય પ્રમાણે તાલબદ્ધ રીતે નાચવા લાગી!
બધી ઢીંગલીએ મેજ પર બધે જ ફરતી હતી, પરંતુ એની ધાર પર ન પડાય તેનું ખાસ ધ્યાન રાખતી. એ આખાય આશ્ચર્યકારક ખેલ હું દિવસના પૂરા પ્રકાશમાં ખપેારે લગભગ ચારેક વાગ્યે જોઈ રહ્યો હતા. કાઈક યુક્તિની આશંકા આવવાથી, મેજ પાસે જઈને મે એને બરાબર તપાસી જોયું. ઢીંગલીએની ઉપર અને મેજની નીચે દારાની તપાસમાં મેં હાથ ફેરવી જોયા, પરન્તુ મને કશું જ ન મળ્યુ, શું એ માણસ કેવળ જાદુગર નહિ પરન્તુ કાઈક યોગી હતા ?
એણે ઈશારા તથા શબ્દાદ્વારા સંકેત કરીને મને મેજના જુદાજુદા ભાગ તરફ આંગળી કરવા કહ્યું. મેં એવી રીતે કરવા માંડયું, અને દરેક વખતે ઢીંગલી મારી બતાવેલી દિશામાં એકઠી થઈને એકસાથે સંવાદ સાધતાં નાચવા લાગી !
આખરે એણે મને રૂપિયાના સિક્કો બતાવ્યા અને કશુક કહેવા માંડયુ. એના કથનના અંતઃપ્રેરણાત્મક અર્થ મેં એવા ઘટાવ્યા કે એ મને એવા રૂપિયા કાઢવાની વિનંતિ કરે છે. મારા ખિસ્સામાંથી રૂપિયાનો સિક્કો કાઢીને મેં મેજ પર મૂકયો. એ જ વખતે એ રૂપિયા ફકીરની દિશા તરફ નૃત્ય કરવા લાગ્યા. મેજની બીજી ધાર પર પહેાંચીને એ પડી ગયા. કીરના પગ પર રમવા લાગ્યા, અને એકાએક અટકી પડયો. પેલા માણસે સભ્યતાપૂર્વક સલામ કરતાં એને હાથ લંબાવીને લઈ લીધે.
મને થયું કે, હું કાઈ ખાસ જાદુપ્રયાગ। જોઈ રહ્યો છું કે કોઈ સાચી યેાગવિદ્યાના પ્રયાગનું દર્શન કરું છું ? મારી શંકાએ મારા