________________
૨૫૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
મારા પર એકાએક નજર પડતાં, એણે વાંદરાને કાંઈક કહ્યું, એટલે ટોળામાંથી કૂદકે મારીને એ શોકાતુર પિકાર પાડતું મારી પાસે આવ્યું. બક્ષિસની માગણી કરતું હોય તેમ એણે પિતાની હેટ કાઢીને મારી સામે ધરી. મેં તેમાં ચાર આના નાખ્યા. વાંદરાએ વિવેકપૂર્વક માથું નમાવ્યું, એક પ્રકારને શિષ્ટાચાર બતાવ્યો, અને પછી પોતાના માલિક તરફ ચાલવા માંડયું.
વાંદરાને એ પછીને પ્રયોગ એના માલિકના છૂટતા સંગીતસ્વર સાથે તાલ મિલાવીને અદ્ભુત નૃત્ય કરવાને હતો. એ નૃત્યમાં કઈ વધારે સારા રંગમંચને લાયક કલાત્મકતા તથા તાલબદ્ધતાનું સુન્દર સંમિશ્રણ હતું.
ખેલ પૂરો થયો એટલે એ માણસે પોતાના હાથ નીચેના બીજા યુવાન મુસલમાન મદદનીશને ઉર્દૂમાં કાંઈક કહ્યું. એથી એણે મારી પાસે આવીને એના ઉપરી મને કશુંક ખાસ બતાવવાની ઇચ્છા રાખતા હોવાથી, પાછળના તંબૂમાં મને પ્રવેશ કરવાની સૂચના કરી.
લેકેને ધસારો રેકવા એ યુવાન બહાર ઊભો રહ્યો, અને પેલા ભપકાદાર પિશાકવાળા માણસની સાથે મેં તંબુમાં પ્રવેશ કર્યો. અંદર ગયા પછી મને ખબર પડી કે એ વિભાગ તદ્દન છાપરા વગરને હતો અને ચાર મેટા થાંભલાની આજુબાજુ કપડું બાંધીને તૈયાર કરવામાં આવેલે. એટલે એની અંદર અને બહાર સારી રીતે જોઈ શકાતું હતું વચ્ચેના ભાગમાં ખાલી, હલકું, લાકડાનું ટેબલ હતું.
પેલા માણસે શણુની પોટલી ખેલીને કેટલીક ઢીંગલીઓ કાઢી. પ્રત્યેક ઢીંગલી આશરે બે ઇંચ મેટી હતી. એમનાં માથાં રંગીન મીણનાં બનાવેલાં અને એમના પગ સખત ઘાસના તથા નીચેના લોઢાનાં બટનથી બંધ કરેલા હતા. એ ઢીંગલીઓને મેજ પર મૂકવામાં આવી. દરેક ઢીંગલી પગ નીચેના સપાટ બટનને લીધે ટટાર અથવા સીધી ઊભી રહેતી હતી.