________________
જાદુગર તથા તેના સમાગમમાં
૨૫૭
એની નાખુશીને હું સમજી શક્યો, છેવટે તે એ વિષય રખડતા લેખકને નથી પરંતુ એમના કરતાં વધારે તે ડોકટરે અને શસ્ત્રક્રિયા કરનારા તબીબોની તપાસને છે.
ફકીરે કપાળ પર હાથ લગાડીને વિદાયસૂચક સલામ કરી, ચોકના દરવાજાની બહાર ચાલવા માંડ્યું, અને થોડી વારમાં તો એ ધૂળવાળા રસ્તા પર અદશ્ય થઈ ગયો.
જગન્નાથપુરીના સમુદ્રનાં મોજાંને શાંત શબ્દ મારા કાને સંભળાયો. બંગાળના ઉપસાગરમાંથી વાતા ધીમા વાયુને આસ્વાદ ઘણે આનંદજનક લાગવા માંડયો. મેં સમુદ્રતટ પરના એકાંત ભાગ પર ચાલવા માંડયું. ત્યાં પીળાશ પડતી સફેદ રેતી વિશાળ વિસ્તારમાં ફેલાયેલી હતી, અને આજુબાજુ બધે પથરાયેલા ગરમ, આછા પ્રકાશન યુક્ત ધુમ્મસમાંથી ક્ષિતિજનું દર્શન થતું હતું. સમુદ્ર નીલમના રસ જેવો દેખાતો હતો.
ખિસ્સામાંથી ઘડિયાળ બહાર કાઢી તો તે તેજસ્વી સૂર્યપ્રકાશમાં ચમકવા લાગી. શહેરમાં પાછો ફર્યો ત્યારે મારે માટે કાયમી સમસ્યારૂપ બની રહેનારે એક અવર્ણનીય પ્રયોગ જેવાની મને તક મળી.
મિશ્રિત ટોળાથી ઘેરાયેલા એક ભભકાદાર પોશાકવાળો માણસ મારી નજરે પડ્યો. એની પાઘડી અને એના સુરવાલ પરથી લાગ્યું કે એ મુસલમાન છે. હિંદુની વસતીવાળા અને હિંદુઓના કહેવાતા શહેરમાં એક મુસલમાન ઓટલે બધે આગળપડતે તરી આવે છે, એ જોઈને હું વિચારમાં પડી ગયું. એણે મારામાં કુતૂહલ પેદા કર્યું, અને મારા રસને જાગ્રત કર્યો. એની પાસે રંગીન કપડાંમાં વિચિત્ર રીતે સજજ થયેલું, નાનું પાળેલું વાંદરું હતું. એને એ ઊંચા પગલે ચલાવતો હતો, અને મનુષ્યના જેવી હોશિયારીથી પ્રત્યેક વખતે એ કોઈ પણ જાતની ભૂલ વગર એના માલિકની આજ્ઞાનું પાલન કરતું હતું,