________________
૨૫૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
પરથી નીચે ઊતરીને મેં એની મુખાકૃતિનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. એની ચામડીમાં બે નાનાં કાણાં તથા થોડાંક નજીવાં લેહીનાં ટપકાં સિવાય ગાલના બંને જખમ ભાગ્યે જ જોઈ શકાય તેવા હતા !
એ માણસે મને ખુરશી પર બેસી જવાને સંકેત કર્યો. પરસાળમાં જઈને મેં ફરી આરામ કરવા માંડ્યો ત્યારે જાણે કે બીજા વિસ્મયકારક પ્રયોગ માટેની તૈયારી કરતો હોય તેમ એ શાંતિપૂર્વક ગોઠવણ કરવા લાગ્યો.
શાંતિપૂર્વક, કોઈ માણસ જેવી નિલેપતાપૂર્વક પોતાની બંડીનું બટન કાઢે તેવી જ નિલે પતાપૂર્વક, ફકીરે જમણો હાથ આંખ તરફ ઉઠાવીને, પોતાને જમણે ડાળ પકડયો અને ધીમેથી આંખના એકઠામાંથી બહાર કાઢો !
હું આશ્ચર્યથી દંગ બનીને પાછો ખસી ગયે.
ડીક ક્ષણોની વિશ્રાંતિ પછી એણે પિતાનો એ આંખને અવયવ થોડોક બહાર ખેંચી કાઢયો. બહાર ઊપસી આવેલા સ્નાયુઓ અને માંસપેશીઓને આધારે એ એના ગાલ પર લટકવા લાગ્યો.
એ ભયંકર દશ્ય જોઈને મને ઊબકા આવવા માંડયા; ડોળાને એણે ફરીથી આંખના ચોકઠામાં ગોઠવ્યો ત્યાં સુધી હું બેચેનીને અનુભવ કરતો રહ્યો.
એની જાદુવિદ્યા મેં સારી પેઠે જોઈ લીધી, એટલે મેં એને થોડાક રૂપિયાનું ઇનામ આપ્યું. શરીર સાથે સંબંધ ધરાવનારા આવા ભયંકર પ્રયોગો પિતે કેવી રીતે કરી શકે છે તે કહી બતાવવા એ રાજી છે કે કેમ તે માટે પૂછપરછ કરવા મેં અધકચરા દિલે, નોકરને જણાવ્યું.
એ સંબંધી કશું ન કહેવાનું મેં વચન આપ્યું છે. પિતા કેવળ પુત્રને શીખવે છે. ફક્ત કુટુંબ જ એનું રહસ્ય જાણી શકે છે.'