________________
જાદુગર તથા તેના સમાગમમાં
૨૫૫
ઓસરી કે પરસાળનાં પગથિયાં પર ચડવાનો પ્રયાસ કરવાને બદલે, એ એક વડના વૃક્ષ નીચે બેસી ગયો. એની લાંબી વિસ્તાર પામેલી ડાળીએ એના માથા પર મંડપ કરતી અને જમીનમાં મળી જતી. વાંસની ટોપલીમાંથી એણે ત્યાં બેસીને ઝેરી જે. દેખાતે વીંછી કાઢયો. એને એણે જેવીતેવી બનાવેલી લાકડાના ચીપિયાની જોડીથી પકડી રાખ્યો. | કુરૂપ દેખાતે વીંછી નાસી જવાનો પ્રયત્ન કરવા લાગ્યા. એ જોઈને ફકીરે પોતાની આંગળીથી એની આજુબાજુ ધૂળમાં એક વર્તુળ દોર્યું. એ પછી વીંછી વર્તુળની અંદર ગોળગોળ ફરવા માંડ્યો. વર્તુળની પાસે પહોંચીને પ્રત્યેક વખતે, જાણે કોઈ દેખીતા અંતરાયને અનુભવ કરતો હોય એમ એ એકાએક અટકી જતા, અને બીજી દિશામાં પાછા ફરતા. એ તીખા તેજસ્વી સૂર્યપ્રકાશમાં હું એનું બારીકાઈથી નિરીક્ષણ કરતો.
એ ખાસ ખેલના પ્રદર્શનની બે કે ત્રણ મિનિટ બાદ મેં સંતોષ થયાનો સંકેત કરતાં મારો હાથ ઊંચો કર્યો. કીરે વીંછીને ટોપલીમાં મૂકી દીધે, અને એમાંથી બે નાના પાતળી અણીવાળા સળિયા કાઢયા.
પિતાની જરાક ભયંકર લાલઘૂમ આંખને બંધ કરીને પિતાને બીજે જાદુપ્રયાગ કરવા માટેના ઉચિત સમયની એ રાહ જોવા લાગે. લાંબે વખતે આંખ ઉઘાડીને એક સળિયો એની અણી આગળ કરીને એણે એના મોંમાં મૂક્યો. એણે એને એના ગાલમાંથી સોંસરે કાઢો જેથી એની મોટા ભાગની લંબાઈ અને મેંમાંથી બહાર નીકળી આવી. એ પીડાજનક પ્રયોગથી સંતોષ ન થયો હોય તેમ એણે બીજો સળિયો પણ પોતાના બીજા ગાલસોંસરો કાઢીને એ પ્રયોગ ફરી કર્યો. એ જોઈને મારી અંદર આશ્ચર્ય તથા અરેરાટીની મિશ્રિત લાગણી ફરી વળી.
મેં બરાબર જોઈ લીધું છે એવી કલ્પના કરીને બંને સળિયા એણે વારાફરતી બહાર કાઢયા અને મને સલામ કરી, પરસાળ