________________
જાદુગરો તથા સંતેના સમાગમમાં
૨૫૩
તરફથી શેરીઓમાં જે પ્રદર્શન રૂપે કરવામાં આવે છે તે તે જાદુના પ્રયોગો સિવાય બીજું કાંઈ જ નથી. એમણે એમ પણ કહેલું કે એવા લેકેને લીધે જ યુવાને તથા શિક્ષિતામાં યેગીનું નામ બદનામ થાય છે.
અડધા કલાકથી પણ ઓછા વખતમાં કેરીઓ ઉગાડનાર પલે માણસ કાંઈ સાચો યોગી નહોતો. એ તે ઢાંગી હતે.
છતાં સાચું જાદુ કરી બતાવનારા સાધુઓ પણ હયાતી ધરાવે છે. પુરી જતી વખતે બરહાનપુરમાં હું થોડુંક રોકાયો તે દરમિયાન મને એવા એક સાધુને પરિચય થયો હતો.
જૂનીપુરાણ પ્રથાઓ અને જીવનપદ્ધતિઓવાળા બરહાનપુરના એ શહેરમાં વિશાળ છાપરાવાળી ઓસરીવાળા વિશ્રાંતિગૃહમાં મેં કામચલાઉ ઉતારો રાખે. એક દિવસ ધગધગતા બપોરને વખતે મેં તીખા તાપમાંથી બચવા એ એાસરીની આહૂલાદક છાયામાં આશ્રય લીધે. મારી મોટી ખુરસી પર બેસીને મેં બગીચાના છેડનાં સુંદર પાંદડાં પરની સૂર્ય પ્રકાશની રમતનું નિરીક્ષણ કરવા માંડયું.
એટલામાં તે ઉઘાડા પગને શાંત રવ સંભળાયો, અને કઈક જંગલી જેવો દેખાતે માણસ વાંસની નાની ટોપલી સાથે કંપાઉન્ડના દરવાજા આગળ આવી પહોંચ્યો. એના વાળ લાંબા, કાળા, અને ગૂંચળાંવાળા હતા, અને એની આંખ જરા લોહિયાળી લાગતી. એ મારી પાસે આવ્યો, અને પોતાની ટાપલી જમીન પર મૂકીને, થોડા વખત સુધી પોતાના હાથ ઊંચા કરીને મને સલામ કરી ઊભો રહ્યો. એની પોતાની માતૃભાષા તથા થોડીક સમજી શકાય એવી અંગ્રેજી ભાષાના મિશ્રણમાં એણે મારી સાથે વાત કરવા માંડી. જો કે હું ચો કસ ન કરી શક્યો છતાં મને લાગ્યું કે એની માતૃભાષા તેલુગુ હતી. એના અંગ્રેજીના ઉચ્ચારો એટલા બધા