________________
જાદુગરા તથા સતાના સમાગમમાં
૨૫૧
સાહેબ, આ માણસ યાગી છે. એવા માણસામાં આશ્રયકારક કામા કરવાની શક્તિ હાય છે.’
"
પરંતુ મને એથી સાષ ન વળ્યેા. એ પ્રયાગનું રહસ્ય સમજવાના પ્રયાસ કરતાં મેં નક્કી કર્યુ કે એ માણસ માટે ભાગે જાદુગરાની મ`ડળીના સભ્ય જ હશે. તેાપણુ એ સંબધી નિશ્ચયાત્મક રીતે તેા કેમ કહી શકાય ?
ટાળાને ધીમેથી વિખેરાતું જોઈને, યાગીએ પોતાના થેલા બંધ કર્યા અને નીચે નમીને પીઠ પર નાખવા માંડયો.
એ જ વખતે અચાનક મને એક વિચાર આવ્યેા. અમે એકલા પડચા એટલે યાગીની પાસે જઈને મેં પાંચ રૂપિયાની નોટ કાઢી અને વિદ્યાર્થીને કહ્યું :
ચેાગીને કહે કે પોતાના પ્રયાગ કેવી રીતે થાય છે તે બતાવશે તેા આ રકમ તેને અર્પણ કરવામાં આવશે.’
.
યુવકે આજ્ઞાંકિત રીતે મારી વિનતિના અનુવાદ કરી બતાવ્યા. ચેાગીએ ઇનકાર કરતા હેાય એવા દેખાવ કર્યો, છતાં એની આંખમાં કામના પ્રકાશી ઊઠી.
"
તે પછી એને સાત રૂપિયા આપીએ.’
તેપણુ નીચે નમતા યાગીએ વાતચીત કરવાના મારા પ્રયત્નને નકારી કાઢો.
ઠીક ત્યારે, એને કહી દે કે આપણે એની વિદાય લઈએ છીએ.’ અમે ચાલવા માંડ્યા. હું ઈરાદાપૂર્વક ધીમે પગલે ચાલવા માંડયો. થેાડીક ક્ષણામાં તે યાગીએ બૂમ પાડી અમને પાછા ખેાલાવ્યા.
• સાહેબ જે સે રૂપિયા આપવા તૈયાર હોય તે યાગી બધું કહેવાનુ વચન આપે છે.’
ના. સાત રૂપિયા લે, નહિ તેા એના રહસ્યને ભલે સાચવી રાખે, ચાલે! ! ’