________________
૨૫૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
બતાવે તેમ છે ત્યારે બીજાની સાથે હું પણ એની આગળ ડાક સિક્કા નાખવામાં શામિલ થયે.
એણે માટીને માટે ઘડે પિતાની આગળ રાખ્યા, અને પછી એ જમીન પર પલાંઠી વાળીને બેસી ગયો. ઘડામાં રાતી ઘઉંવર્ણી માટી ભરી હતી. એણે અમને કેરીને ગેટલે બતાવ્યું અને એને માટીમાં રેપી દીધો. તે પછી પોતાના થેલામાંથી મોટું કપડું કાઢીને એણે ઘડા પર, એના પોતાના ઘૂંટણ પર અને સાથળ પર ફેલાવી દીધું.
થોડા સમય સુધી યોગીએ કંટાળો ઉપજાવતા શુષ્ક સ્વરમાં છેડા રહસ્યમય મંત્રને ઉચ્ચાર કર્યો કર્યો, અને પછી કપડું કાઢી નાખ્યું. માટી પર આંબાના છોડને ફણગો ફૂટી નીકળે હતો !
એક વાર ફરીથી એણે પોતાના પગ તથા ઘડા પર કપડું ઢાંકી દીધું. હાથમાં વાંસળી લીધી, ને સંગીત સંભળાવતો હોય તેમ વિચિત્ર સૂર કાઢવા માંડયા. થોડીક વધારે પળે એવી રીતે પસાર થયા પછી એણે કપડું હઠાવી દઈને બતાવ્યું કે પેલે નાનકડે છેડ થોડોક મેટ થયો છે. વચ્ચેવચ્ચે વાંસળી વગાડતાં, કપડાને ઢાંકવાની ને હઠાવવાની ક્રિયા એણે માટીમાંથી નાને આંબાને છેડ બહાર આવ્યું ત્યાં સુધી કર્યા કરી. એ છોડ લગભગ નવથી દસ ફૂટ મોટો હતો. એને ઝાડ ભાગ્યે જ કહી શકાય. છતાં એ છેડને ઉપરથી એક નાની પીળી સોનેરી કેરી લટકી રહી હતી.
માટીમાં મેં જે બી નાખેલું તેમાંથી આ આખુંય ઝાડ ઊગી નીકળ્યું છે !” યોગીએ વિજયસૂચક શબ્દોમાં જાહેર કર્યું.
મારા માનસિક બંધારણે મને એના શબ્દોને એટલા જલદી માની લેવાની રજા ન આપી. મને તે ગમે તે કારણે પણ એવું લાગ્યું કે આ તે માત્ર જાદુનો નાનકડો પ્રયોગ છે.
યુવકે પિતાને અભિપ્રાય આપતાં કહ્યું :