________________
જાદુગરો તથા સંતાના સમાગમમાં
૨૪૯
અને આપણા ઉદ્દેશની આડે આવતી હોય ત્યારે તેમની ઉપરવટ જવાની તાલીમ પણ પૂરી પાડી છે. મને પ્રવાસ કરવાનું ગમતું પરંતુ રૂઢિગત રીતે નહિ. એને લીધે મારું ભારતભ્રમણ ઉમરાવ જેવા પ્રવાસી અથવા અક્કડ સ્વભાવના મુસાફરી માટે ભાગ્યે જ આદર્શરૂપ બની શકશે.
એ યુવક સ્થાનિક કોલેજને વિદ્યાર્થી હતો. એ અત્યંત આકર્ષક એવી સામાન્ય બુદ્ધિમત્તા ધરાવતું હોય એમ લાગ્યું. પોતાના દેશની પ્રાચીન સભ્યતા માટે એને માન હતું, અને એ વિષયના મારા રસ વિશે મેં એને જણાવ્યું ત્યારે એની પ્રસન્નતાનો પાર ન રહ્યો.
ભારત એ વખતે ગાંધીજીએ ગોરા શાસકે અને ઘઉંવર્ણા શાસિત વચ્ચેના સંબંધો બગાડવાના પ્રયત્નને પરિણામે જગાડેલા મેટા તોફાનની પ્રસૂતિવેદનામાંથી પસાર થઈ રહ્યું હતું તોપણ, મને એ પણ જાણવા મળ્યું કે શહેરના મોટા ભાગના યુવાન વિદ્યાર્થીઓ પર જેણે હુમલો કરે તે રાજકારણના વિચારવાયુને એ હજુ સુધી તાબે નહોતો થયે.
અડધા કલાક પછી એ મને એક ખુલ્લી જગ્યામાં લઈ ગયા. ત્યાં એક નાનું ટોળું કુતૂહલવશ એકઠું થયેલું. એની વચ્ચે ઊભેલે માણસ મોટે સાદે બોલીને કશુંક પોકારતું હતું. યુવકે મને કહ્યું કે ઉચ્ચ સ્વરે કરાતી આ જાહેરાત માટે ભાગે આ માણસ જે અલૌકિક યૌગિક શક્તિઓ ધરાવવાને દાવો કરે છે તેની છે.
પિતાની જાતને ભેગી તરીકે ઓળખાવતા એ પુરુષને બાધે મજબૂત હતો. એનું માથું લાંબું હતું, ખભા ભરાવદાર હતા, અને એના પિશાકના ભાગરૂપે કમર પર વીંટાળેલા સુતરાઉ કપડાના ટુકડામાંથી એનું પેટ બહાર નીકળી આવતું હતું. એણે લાંબે ઢીલ સફેદ ઝભ્ભો પહેરેલો હતો. મને લાગ્યું કે એમનામાં થોડીક વધારે પડતી બહાદુરી છે. પરંતુ જયારે એણે એમ કહ્યું કે પૂરતી આર્થિક લાલચ આપવામાં આવે તે પોતે આંબાના વૃક્ષને પ્રયોગ કરી