________________
२४८
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
ખૂપી જતા હતા. આખરે હું બજારમાં દોરી જતી એક સાંકડી શેરીમાં આવી પહોંચ્યો. ગરમ હવાની વચ્ચેથી આગળ ચાલ્યો તો ઉધાડાં બારણાંની વચ્ચે બેઠેલા વૃદ્ધ પુરુષે મારી નજરે પડ્યા, ગંદકીમાં રમતાં બાળકો જોવા મળ્યાં, અને ઘરની બહાર નીકળતા એક તદ્દન નગ્ન યુવક દેખાયો. મારા જેવા અજાણ્યાને જોતાંવેંત જ એ ઘરમાં પાછો જતો રહ્યો.
મોટા, કોલાહલવાળા બજારમાં પણ, પોતાની નાની દુકાનમાં બેઠેલા મોટી ઉંમરના વેપારીઓ મને પસાર થતો જોઈને ઉત્સુકતાપૂર્વક પોતાની દાઢી પર હાથ ફેરવવા લાગ્યા. અનાજ તથા ખાદ્ય પદાર્થો વેચનારા પિતાની ખુલ્લી દુકાનો પાસે બેઠા હતા. માખીઓની સેના એમના માલ પર હુમલે કરવામાં મશગૂલ હતી. થોડાક વખતે હું એક કાંઈક ભપકાદાર રચનાવાળા મંદિર પાસે આવી પહોંચ્યો. ત્યાં સ્ત્રીપુરુષનું નાનકડું ટોળું મારા આગમનને લીધે કોલાહલ કરવા માંડયું. કેઢિયા, લંગડા, અને અનાથ લેકે મંદિર તથા ભારતનાં મેટા ભાગનાં શહેરનાં સ્ટેશન પાસે પોતાના અડ્ડો જમાવે છે, જેથી ધાર્મિક અને અપરિચિત માણસો પાસેથી ભીખ માગી શકાય. ભકતો મંદિરના મકાનમાં કોઈ પણ જાતને અવાજ કર્યા વગર ચાલતા હતા. એમના ઉઘાડા પગ પથ્થર પરની ધૂળ પર પડતા જતા. હું પણ મકાનમાં ફરીને પૂજારીઓની વિધિનું નિરીક્ષણ કરું ? એ પ્રશ્ન પર મેં વિચાર કર્યો અને અંદર ન જવાને નિર્ણય કર્યો. ' મેં મારી લાંબી રખડપટ્ટી ચાલુ રાખી. એટલામાં મારી આગળથી કાઈ ઝડપથી ચાલતે યુવાન મારી નજરે પડ્યો. એણે અંગ્રેજી ઢબનું મોટું ખમીસ પહેર્યું હતું. અને મૂલો કમરપટ પણ રાખેલે હતો અને એના જમણા હાથમાં કપડામાં બાંધેલાં પુસ્તકોનું બંડલ હતું. હું એની પાસે ગયો એટલે એણે કુદરતી રીતે જ પાછળ જોયું. એવી રીતે અમારો સંસર્ગ શરૂ થયો.
મારા ધંધાની જરૂરિયાત અને પરંપરાઓને પાળવાનું શક્ય હોય ત્યાં પાળવાનું તે શીખવ્યું જ છે; પરંતુ જ્યારે તે આપણી