________________
१०
જાદુગરા તથા સતાના સમાગમમાં
મનુષ્યની અવજ્ઞા કરનારા એના દુશ્મન દેશ અને કાળ મારી કલમને આગળ ધપાવી રહ્યાં છે. મારા પગ પૂર્વ તરફના માર્ગ પર ઝડપી પગલે આગળ વધી રહ્યા છે, અને મારી કલમ અક્ષરદેહમાં અંકિત કરવા લાયક કેટલીક મહત્ત્વની વાતા ટપકાવી રહી છે.
બીજા બધા જ માણસાની જેમ મને પણ ચેાડીઘણી કરામતા કરી બતાવનાર ચેગી કે શેરીઓમાંના જાદુગરમાં સ્વાભાવિક રીતે જ રસ પડતા હતા. જો કે મારે રસ ઉપરઉપરના જ હતા, કારણ કે માણસના ઊંડા ચિંતનને યાગ્ય એવાં માનવજીવનનાં મહાન રહસ્યા પર એવી વ્યકિત ભાગ્યે જ કાંઈ પ્રકાશ પાડી શકતી. છતાં એની હાજરી એક જાતને નિર્દોષ અનેખા આનઃ પૂરા પાડતી હતી. એટલા માટે અવારનવાર અવસર મળતાં હું એમને મળવા તૈયાર રહેતા.
મારા પ્રવાસ દરમિયાન મારા પરિચયમાં આવેલા કેટલાક માણસાનું ચિત્રણ હું એમની વિભિન્નતા બતાવનારા ઉદ્દેશથી કરી બતાવું છું. એમનામાંના એકના મેળાપ મને મદ્રાસ પ્રાંતના ઉત્તરપૂર્વીય પ્રદેશમાં આવેલા રાજમહેન્દ્રી નામના શાંત શહેરમાં થયા હતા. એ તદ્દન નજીવી કરામત કરનારા હેાવા છતાં મારા સ્મૃતિપટ પર તાજો થાય છે.
કાઈ પણ જાતના હેતુ વગર ફરતાંફરતાં હું એક એવી જગ્યાએ પહેાંચી ગયા જ્યાં ભૂમિ પર છવાયેલી નરમ ધૂળમાં મારા જોડા