________________
૨૪૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
એ ક્ષણ ઘણી જ કસોટી કરનારી સાબિત થઈ. મેં ગભરાઈને એ જાદુગરની મોહિનીમાંથી મુકિત મેળવવાનો નિર્ણય કર્યો. સંકલ્પ શક્તિ આપી, અને ફરી વાર હું શરીરમાં અને હોલમાં આવી પહોંચે.
મહર્ષિએ એક પણ શબ્દ ન કહ્યું. મેં મારી માનસિક શકિતને ફરી તૈયાર કરી. ઘડિયાળ તરફ દૃષ્ટિ ફેંકી, ધીમેથી ઊભો થયે. મારા પ્રસ્થાનને વખત થઈ ગયો હતો.
મેં વિદાય લેતી વખતે માથું નમાવ્યું. મહર્ષિએ એને શાંતિથી સ્વીકાર કર્યો. મેં આભારના થોડાક શબ્દો પણ કહ્યા. એમણે ફરીથી શાંતિપૂર્વક માથું હલાવ્યું.
ઉમરા આગળ હું થોડી વાર નાખુશી સાથે ઊભે રહ્યો. બહાર આવ્યો ત્યાં તે ઘંટડીને નાદ સંભળાયો. બળદગાડી આવી ગઈ હતી. મેં ફરી વાર બે હાથ જોડીને નમસ્કાર કર્યા.
અને અમે છૂટા પડ્યા.