________________
અરુણાચલની તળેટીમાં
૨૪૫
કરે છે, આશાને વળગી રહેવા માટે ઉત્સાહ પૂરો પાડે છે, અંધારભરેલા જીવનમાં પણ એનું જતન કરે છે તે સાચી વૃત્તિ છે, કારણકે વ્યકિતના અસ્તિત્વની પાછળનો હેતુ સારે છે. એ સરસ ઊડી શાંતિમાં ઘડિયાળ શાંતિપૂર્વક પડયું રહ્યું અને ભૂતકાળની ભૂલે ને શેકક્ષણો નજીવી લાગવા માંડી. મારું મન મહર્ષિના મનની અંદર ડૂબવા લાગ્યું અને ડહાપણુ પણ નિરર્થક થયું. મને થયું કે આ માણસની દષ્ટિ, મારી અપવિત્ર આંખની આગળ અણધાર્યા પ્રકાશની ગુપ્ત દુનિયાને ખુલ્લી કરનારી, કોઈ અલૌકિક આત્મિક શક્તિથી સંપન્ન જાદુઈ લાકડી છે કે શું?
આ બધા શિષ્યોને વાતચીત કરવાને અલ્પ અવસર મળે છે, થોડાક આરામ મળે છે, અને એમને આકર્ષનારી બાહ્ય પ્રવૃત્તિનો અભાવ છે તો પણ તેઓ વરસોથી મહર્ષિની પાસે શા માટે રહે છે એ પ્રશ્ન મારા મનમાં કોઈ વાર પેદા થયેલો. હવે મને સમજાયું– વિચાર કરવાથી નહિ પરંતુ વીજળીના જેવા પ્રકાશન અનભવથી – કે એ બધાં વરસે દરમિયાન એમને શાંત ને સૂક્ષ્મ પુરસ્કારની પ્રાપ્તિ થતી રહી છે.
અત્યાર સુધી હોલમાં બેઠેલી પ્રત્યેક વ્યક્તિ મૃત્યુતુલ્ય શાંતિમાં ડૂબી ગઈ હતી. લાંબે વખતે કઈક શાંતિથી ઊઠયું ને રવાના થયું. એની પાછળ બીજુ ગયું, ત્રીજુ ગયું, અને એ રીતે બધા જ વિદાય થયા.
હું મહર્ષિ સાથે એકલે પડો ! અત્યાર સુધી એવું કદી નહેતું બન્યું. એમની આંખ બદલાવા માંડી. એ ટાંકણુની અણી જેટલી નાની બની ગઈ. કેમેરાના કાચના ફોકસ અથવા પ્રત્યાવર્તન સ્થાનમાં ફેટે ખેંચાતી વખતે થતી ઉત્સુકતા જેવી મારા પર એની અસર થઈ. લગભગ બંધ થઈ ગયેલી પાંપણોની વચ્ચે ચળકતા તેજમાં ખૂબખૂબ વધારે થા. એકાએક મારું શરીર જાણે કે અદશ્ય થયું અને અમે બંને બહાર અવકાશમાં નીકળી પડ્યા !
ભા. આ. ૨. બ. ૧૬