________________
૨૪૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
અભુત નજર મારા વિચારો, મારી લાગણીઓ અને મારી ઈચ્છાઓને ઓળખી રહી હતી. હું એની આગળ લાચાર બની ગયો. પહેલાં તે એ સ્થિર એકાગ્ર દૃષ્ટિએ મને મુશ્કેલીમાં મૂક્યો. હું લગભગ અસ્વસ્થ બની ગયો. મને લાગ્યું કે મારા ભુલાયેલા ભૂતકાળનાં પૃષ્ઠો એમણે વાંચી લીધાં છે. એમને એ બધાની ખબર છે એવી ખાતરી થઈ. એમાંથી છૂટવાની શક્તિ મારામાં નહોતી. હું છૂટવા માગતે પણ નહોતો. ભાવિ લાભની કોઈ અવનવી આકાંક્ષા મને એ પ્રખર દૃષ્ટિને સહન કરવાની ફરજ પાડતી હતી.
અને એથી થોડા વખત સુધી એ મારા આત્માની નબળી બાજુનું નિરીક્ષણ કરતા રહ્યા, મારા પચરંગી ભૂતકાળને પરિચય મેળવતા ગયા, અને મને આમથી તેમ તાણી રહેલી મિશ્રિત લાગણુઓને અનુભવ કરી રહ્યા. અલબત્ત, મને એમ પણ લાગ્યું કે એમને ખબર છે કે કેવી મનને અશાંત કરનારી શોધની ભાવનાને લીધે મેં મારી સામાન્ય જીવનપદ્ધતિને ત્યાગ કર્યો છે અને એમના જેવા પુરુષને મળવાનું બીડું ઝડપ્યું છે.
એમની આંખ તો લેશ પણ હલનચલન વગરની જ રહી. પરંતુ મારી આંખ અવારનવાર ઉઘાડમીંચ થવા લાગી તે વખતે અમારી વચ્ચે વહી રહેલા માનસિક સંદેશપ્રવાહમાં સેંધપાત્ર ફેર પડો. મને એ વાતનું ભાન થયું કે મારા મનને એ પોતાના મન સાથે ચોક્કસ રીતે જોડી રહ્યા છે, અને જે ઊંડી શાંતિના અનુભવ એ કાયમને માટે કરી રહ્યા છે તેની તરફ મારા પ્રાણને પ્રેરિત કરી રહ્યા છે. એ અસાધારણ શાંતિમાં મને ગૌરવ તથા. નમ્રતા બંનેને અનુભવ થતો હતો. કાળ જાણે કે થંભી ગયો. મારું હૃદય ચિંતાના ભારમાંથી મુક્ત થયું. મને થયું કે ક્રોધની કટુતાની અને અતૃપ્ત ઈચ્છાઓની કરુણની પીડા મારા મનને નહિ પહોંચે. મને પૂરેપૂરી પ્રતીતિ થઈ કે મનુષ્યજાતિમાં કુદરતી રીતે રહેલી પ્રબળ પ્રેરણાવૃત્તિ, જે માનવને ઉપર જોવાની આજ્ઞા