________________
અરુણાચલની તળેટીમાં
૨૪૩
બાજુમાં જમીન પર એમનું તુંબીપાત્ર તથા વાંસની લાકડી પડેલી હતી. એમની દુન્યવી સંપત્તિમાં એ તથા કટિવસ્ત્રના એક નાનકડા ટુકડા સિવાય બીજું કાંઈ જ નહોતુ. પશ્ચિમની આપણી સંપત્તિપ્રાપ્તિની ભાવના પરની ધ્રુવી મૂગી ટીકાટિપ્પણી !
'મેશાં પ્રકાશતી એમની આંખ ધીમેધીમે વધારે તેજસ્વી અને એકાગ્ર બનવા માંડી. એમનું શરોર સ્થિર અથવા અક્કડ થયું. એમનું માથું થાડુંક હાલ્યું અને પછી શાંત થયું. થાડીક પળા પસાર થઈ ગઈ, અને મેં સ્પષ્ટ રીતે જોયું કે પહેલી વારના મારા મેળાપ વખતે તે જે શામાં હતા તે જ સમાધિદશામાં એમણે ફરી વાર પ્રવેશ કર્યાં. અમારે છૂટા પડવાનું પણ અમારા મેળાપ જેવું જ અની જાય એ કાંઈ ઓછું વિચિત્ર કહેવાય ? કાઈક વ્યક્તિએ મારા મેઢા પાસે માઢું લાવીને મારા કાનમાં કહ્યું : ' મહિષ શાંત સમાધિમાં પહેાંચી ગયા છે. હવે વાત કરવી નકામી છે.”
:
ત્યાં એકઠી થયેલો નાનકડી મંડળી પર શાંતિ ફરી વળી. મિનિટ પર મિનિટ પસાર થતી ગઈ ને શાંતિ વધારે ગાઢ બનતી રહી. જો કે હું ધાર્મિક નહેાતા તાપણુ, મધમાખી જેવી રીતે સંપૂર્ણ પણે ખીલેલા સુવાસિત ફૂલની પાસે જવાનું ન ટાળી શકે તેવી રીતે મારા મનમાં પેદા થતી વધતા જતા સન્માનની લાગણીને હું પણુ ન ટાળી શકયા. હૉલમાં ફરી વળતી એક પ્રકારની સૂક્ષ્મ, અસ્પષ્ટ અને અવર્ણનીય શક્તિની અસર મને પણ ઘણી ઊંડી થઈ. મને ક્રાઈયે ન્નતના સંશય કે સંાચ સિવાય અનુભવવા મળ્યું કે એ અલૌકિક શક્તિનું કેન્દ્ર બીજું કાઈયે નથી પરંતુ મહર્ષિ પેાતે જ છે.
એમની આંખ આશ્ચર્યચકિત કરનારા તેજથી પ્રકાશી રહી હતી. મારી અંદર અવનવી લાગણીઓ પેદા થવા લાગી. એમની એ પ્રકાશના ગેાળા જેવી આંખ જાણે કે મારા આત્માના એક અંદરના આરામસ્થાનમાં પ્રવેશ કરતી. કેાઈ વિશેષ રીતે મને લાગવા માંડયું કે મારા હ્રદયનું બધું જ એ જોઈ શકે છે. એમની