________________
૨૪રે
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
તમારા સાચા સ્વરૂપને સાક્ષાત્કાર કરે.” એમણે ચાલુ રાખ્યું : પછી સત્ય તમારા હૃદયમાં સૂર્યપ્રકાશની પેઠે પ્રકાશી ઊઠશે. મન સ્વસ્થ થશે અને એની અંદર સાચું સુખ ઊભરાવવા માંડશે, કારણ કે સુખ અને સાચું સ્વરૂપ બંને એક જ છે. એક વાર આત્મભાવની પ્રાપ્તિ કરી લે પછી તમારી સઘળી શંકાઓ દૂર થશે.”
પિતાનું મસ્તક ફેરવીને પોતાની દષ્ટિને એમણે હેલના દૂરના છેડા પર કેન્દ્રિત કરી એના પરથી મેં સમજી લીધું કે એમના વાર્તાલાપની હદ પૂરી થઈ છે. અમારી અંતિમ વાતચીત એવી રીતે પૂરી થઈ. મારા પ્રસ્થાન પહેલાં હું એમને એમના ગૂઢ એકાંત આત્મિક આશ્રયસ્થાનમાંથી બહાર કાઢી શકે તે માટે મેં મારી જાતને અભિનંદન આપ્યાં.
x
x એમની પાસેથી ઊઠીને હું જંગલમાં એક શાંત સ્થળે પહોંચી ગયો. ત્યાં પુસ્તક ને નેંધપોથીના કામમાં મેં દિવસને મોટા ભાગ પસાર કર્યો. સાંજ પડતાં હોલમાં પાછા આવ્ય, કારણકે એકાદબે કલાકમાં જ બળદગાડી કે ખચ્ચરનું વાહન આવીને મને આશ્રમમાંથી લઈ જવાનું હતું.
ત્યાં સળગતા ધુપને લીધે હવા સુગંધીદાર લાગતી હતી. હું હોલમાં પ્રવેશ્યો ત્યારે ફરતા પંખાની નીચે મહર્ષિ અડધા આડા પડ્યા હતા, પરંતુ થોડી વારમાં જ એ બેઠા થયા અને એમની પ્રિય અવસ્થામાં આસીન થયા. એ પલાંઠી વાળીને જમણે પગ ડાબા સાથળ પર મુકીને અને ડાબો પગ જમણા સાથળની નીચે ફક્ત વાળલે રાખીને બેઠા. મદ્રાસ પાસે રહેતા યોગી બ્રહ્મ એવું જ આસન કરી બનાવેલું તેનું સ્મરણ થયું. એમણે એને સુખાસન નામે ઓળખાવેલું. એ આસન બુદ્ધના અડધા આસન જેવું હોવાથી તદન સહેલું હતું. મહર્ષિએ એમની ટેવ પ્રમાણે જમણા હાથને હડપચી નીચે રાખેલો અને એમની કેણી ઘૂંટણ પર ટેકવેલી. એમણે મારી તરફ ધ્યાનપૂર્વક જોવા માંડયું પરંતુ કશું કહ્યું નહિ. એમની