________________
અરુણાચલની તળેટીમાં
ર૪
ન જાણતા હો ત્યાં સુધી બીજુ બધું જાણવાથી શું લાભ થાય તેમ છે? માણસે પોતાના સત્ય સ્વરૂપની શોધ નથી કરતા, પરંતુ એથી વધારે કીમતી કરવા જેવું બીજું શું છે ?”
એ કામ ઘણું કઠિન અને લેકેત્તર છે.” મેં ટીકા કરી. મહર્ષિએ ન સમજી શકાય તેવી રીતે ગરદન હલાવી.
એની શક્યતાને અનુભવ સૌ કઈ કરી શકે છે. તેમાં તમે ધારે છે તેટલી મુશ્કેલી નથી પડતી.”
“અમારા જેવા પ્રવૃત્તિપરાયણ, વ્યવહારુ પશ્ચિમવાસીઓ માટે એવું સૂક્ષ્મ અવલોકન...” મેં શંકા કરી ને મારું વાક્ય હવામાં પૂરું કર્યા વિના જ મૂકી દીધું.
ઓલવાઈ રહેલી અગરબત્તીની જગ્યાએ બીજી તાજી અગરબત્તી મૂકવા મહર્ષિ એને સળગાવવાના ઉદ્દેશથી નીચે નમ્યા.
“સત્યને સાક્ષાત્કાર ભારતીય અને અંગ્રેજ બંનેને માટે સરખો છે. સાંસારિક જીવનમાં ગળાબૂડ ડૂબેલા કે માટે એ રસ્તો જરા વધારે કઠિન છે એ સાચું હોય તેપણ, માણસ વિજયી થઈ શકે છે ને તેણે વિજયી થવું જ જોઈએ. ધ્યાન કરતી વખતે પેદા થયેલા પ્રવાહને ટેવ તથા અભ્યાસ દ્વારા કાયમ રાખી શકાય છે. એ પછી અખંડ જાગૃતિના એ પ્રવાહની અસર નીચે માણસ પોતાનાં કામ તેમ જ પ્રવૃત્તિ કરી શકશે. એમાં ભંગ નહિ પડે. એવી રીતે ધ્યાન તથા બહારની પ્રવૃત્તિઓની વચ્ચેનો ભેદ મટી જશે, જે તમે હું કેણ એ પ્રશ્નનું ધ્યાન કરે, અને અનુભવે કે તમે ખરેખર શરીર, મગજ કે કામનાઓ નથી, તે એ સંશોધનવૃતિ અથવા એવા અભ્યાસને પરિણામે, આખરે તમારી પિતાની અંદરના ઊંડાણમાંથી એને ઉત્તર મળી રહેશે. ઊંડા સાક્ષાત્કારરૂપે એ ઉત્તર તમને એની મેળે જ આવી મળશે.'
એમના શબ્દ પર ફરી વાર વિચાર કરવા માંડ્યો,