________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
અને સ્વર્ગીના સામ્રાજ્ય તરીકે ઓળખે છે, બીજા કેટલાક એને આત્મા કહે છે, કાઈ વળી નિર્વાણુનું નામ આપે છે, અને અમે હિંદુએ એને મેાક્ષ કહીએ છીએ. તમે તેને તમારી મરજી મુજબનું નામ આપી શકેા છે. એના અનુભવ થાય છે ત્યારે માણસ ખરી રીતે જોતાં પેાતાની જાતને ગુમાવતા નથી, પરંતુ પેાતાને શોધી કાઢે છે.’
૨૪૦
દુભાષિયાના મુખમાંથી નીકળેલા છેલ્લા શબ્દો સાંભળીને, ગેલીલીમાં પેલા પરિભ્રમણુ કરતા ગુરુએ ઉચ્ચારેલાં ચિરસ્મરણીય વચને મારા સ્મૃતિપટ પર તાજા થયાં. એ વચનેએ કેટલાય સજ્જનાને આશ્ચર્ય ચકિત કર્યા છે : ' જે પેાતાના જીવનને બચાવવાની કાશિશ કરશે તે તેને ખાઈ નાખશે; અને જે પેાતાના જીવનને ખાશે તે તેને સાચવી શકશે.'
બ'ને વાક્યામાં કેટલી બધી આશ્રય કારક સમાનતા છે! છતાં પણ ભારતીય સંતની માન્યતા બિનખ્રિસ્તી માર્ગ પેદા થયેલી છે. એ પેાતાના સિદ્ધાંત પર અત્યંત અઘરા અને અસામાન્ય લાગતા માનસિક વિકાસના માર્ગ દ્વારા પહેાંચી ચૂકયા છે.
મહર્ષિ કરી ખેાલવા માંડવ્યા. એમના શબ્દોએ મારા વિચારામાં ભંગ પાડો.
જ્યાં સુધી માણસ પેાતાના એ સત્ય સ્વરૂપની શેાધ નથી કરતા ત્યાં સુધી શંકા અને અચેાસતાથી સમસ્ત જીવનપર્યંત ઘેરાચેલા રહે છે. મેટામાં મેાટા રાજાએ અને રાજપુરુષે બીજાના પર શાસન કરવાની કેાશિશ કરે છે, પરંતુ એમના અંતરના અંતરતમમાં જાણે છે કે તેઓ પેાતાના પર શાસન કરી નથી શકતા. પોતાના અંતરના ઊંડાણમાં ડૂબકી મારનાર માનવ સર્વોત્તમ શક્તિના સ્વામી બની જાય છે. દુનિયામાં એવી પ્રખર સુદ્ધિવાળા લેાકેા છે જે જુદા જુદા કેટલાય વિષયેાનું જ્ઞાન મેળવવામાં જીવન પૂરું કરે છે. એમને પૂછે કે તમે માનવરહસ્યના ઉકેલ કર્યો છે, કે તમારી જાતને જીતી છે, તેા તે શરમથી મસ્તક નીચું નમાવશે. તમે પોતે કાણુ છે તે