________________
અરુણાચલની તળેટીમાં
૨૩૩
પાસે રહેતા ભક્તજનથી વીંટળાયેલા રહેવા છતાં પણ, મહર્ષિ રહસ્યમય રીતે અલગ જ તરી આવતા હતા. કુદરતને જડ, સૂક્ષ્મ, એ પવિત્ર પર્વતના રૂપમાં વિશેષ રીતે મૂર્ત થયેલો ગુણ ગમે તે રીતે એમની અંદર ઊતરી આવેલો લાગતો હતો. એમના બીજા કમજોર સાથીઓથી એ એમને કદાચ કાયમને માટે જુદા પાડતો. કેટલીક વાર મને એવું થઈ આવતું કે એ થોડાક વધારે માનવીય બનશે, અથવા તે આપણને સામાન્ય લાગતી પરંતુ એમની હાજરીમાં મામૂલી નિષ્ફળતાને વરતી વાતને અનુભવ થોડી વધારે સારી રીતે કરી શકશે. છતાં સામાન્ય અનુભવ કરતાં કાઈ ઉત્તમ અનુભવની પ્રાપ્તિ જે એમણે ખરેખર કરી લીધી હોય તે, મનુષ્ય તરીકેની ભૂમિકાથી ઉપર ઊડ્યા વિના, અથવા એમની પછાત જાતિને કાયમ માટે પાછળ મૂકીને આગળ વધ્યા વિના, એ કેવી રીતે શક્ય બની શકે ? એમના અસાધારણ દષ્ટિપાતથી મારામાં એક જાતની વિશેષ અને સતત આશા ઉત્પન્ન થયા કરતી કે એમના તરફથી વહેલી તકે કઈક આશ્ચર્યકારક વસ્તુની અભિવ્યક્તિ કરવામાં આવશે એમ કેમ થતું હતું ?
છતાં ત્યાં પ્રસરેલી પ્રત્યક્ષ શાંતિના અનુભવના ભાવ તથા મારા સ્મરણપટ પરના પેલા સ્વપ્ન સિવાય બીજી કઈ મૌખિક અથવા બીજી જાતની વસ્તુ મારી આગળ પ્રકટ કરવામાં નહોતી આવી. વખતના વીતવાની સાથે મને થોડીઘણી હતાશા થઈ. લગભગ પખવાડિયું પૂરું થયું છતાં ફક્ત એક જ વાર વાત થઈ શકી તેનો અર્થ કશે જ નહિ! મહર્ષિના ટૂંકા ને ઝડપી જવાબે પણ મને દૂર રાખવામાં ભાગ ભજવ્યો હતો. આવા વિચિત્ર સ્વાગતની આશા પણ મેં નહોતી રાખી, કારણકે પેલા કાષાય વસ્ત્રધારી સાધુપુરુષે અહીં આવવા માટે મને જે ઊજળી મેટી લાલચ આપેલી તે હું હજી નહોતો ભૂલ્યો. મારે માટે નોંધપાત્ર વાત તો એ હતી કે મારા મગજમાં એક વિચાર ઘોળાયા કરતો હોવાથી, બીજા માણસોને બદલે મહર્ષિ પોતે જ મારે માટે પિતાનું મોટું ઉઘાડે એવી મારી ઇચ્છા