________________
ર૩ર.
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
તાઓના વિચિત્ર સંમિશ્રણરૂપ હતો. હોલની ચારે તરફ જોઈને મેં નિરાશાની થેડી લાગણી અનુભવી. બહારથી તથા અંદરથી એમ બંને રીતે, ત્યાંના મોટા ભાગનાં માણસો જુદી ભાષા બોલતાં હતાં. પછી એમની પાસે પહોંચવાની આશા મારાથી કેવી રીતે રાખી શકાય? મેં મહર્ષિની પિતાની તરફ જેવા માંડયું, અત્યંત ઊંચી અવસ્થા પર આરૂઢ થઈને એ તદ્દન અલગ હાય તેમ, જીવનના નાટકને જોઈ રહ્યા હતા. એમનામાં કઈક એવી ગૂઢ સંપત્તિ જરૂર હતી જે મારા પરિચયમાં આવેલા બીજા બધાથી એમને છૂટા પાડતી. મને કેણ જાણે કેમ પણ એવું લાગવા માંડયું કે જેટલા પ્રમાણમાં એ કુદરતના તેમ જ આશ્રમની પાછળ ઉપર ઊઠતા એકાકી પર્વતશિખરના, દૂરનાં જંગલે સુધી પહોંચતી અરણ્યની કાચી કેડીના, અને બધે વિસ્તરેલા અગાધ આકાશના છે, તેટલા પ્રમાણમાં આપણું અથવા મનુષ્યજાતિના નથી.
એકાંત અરુણાચલના પથ્થરી, અચળ લક્ષણમાંથી કાંઈક મહર્ષિમાં દાખલ થયું હતું. મને જાણવા મળેલું કે લાગલાગ ત્રીસ વરસ એમણે એ જ પર્વત પર પસાર કર્યા છે, અને એકાદ નાનીસરખી સફર માટે પણ એને છેડવાની ઈચ્છા એ નથી રાખતા. એટલો બધે નજદીકનો સહવાસ માણસના ચારિત્ર્ય પર પિતાની અસર અચૂકપણે પાડ્યા વિના ન જ રહે. મને ખબર હતી કે એ પર્વત માટે એમને પ્રેમ છે, કારણ કે પોતાના પ્રેમને પ્રદર્શિત કરવા માટે એમણે લખેલી સુંદર છતાં કરુણ કવિતાની કેટલીક કડીઓનો કોઈએ અનુવાદ પણ કર્યો હતો. જેવી રીતે એ એકાંત પર્વત જંગલમાં ઉપર ઊઠીને પિતાનું ઉન્નત મસ્તક આકાશ તરફ લંબાવતો હતો, તેવી રીતે સામાન્ય માનવતાના અરણ્યમાંથી ઉપર ઊઠીને એ અસાધારણ માનવે પિતાનું મસ્તક એકાકી વૈભવમાં અથવા અલૌકિકતામાં ઉપર ઉઠાવ્યું હતું. જેવી રીતે પવિત્ર અરુણાચલ પર્વત એકલે અને સમસ્ત પ્રદેશને વીંટી વળતી બીજી નાનીમોટી ગિરિમાળાથી અલગ તરી આવતો, તેવી રીતે વરસોથી પ્રેમ રાખતા ને