________________
અરુણાચલની તળેટીમાં
૨૩૧
મારી નિષ્ફળતાનું ત્રીજું કારણ ઘણું સાદું હતું. હેલમાં લગભગ બધે જ વખતે થોડાક બીજા લેકે રહેતા હોવાથી, એમની હાજરીમાં મારા અંગત વિચારો રજૂ કરવાનું કામ મને કઠિન લાગતું. આખરે તો એમને માટે હું એક અજાણ્યા અને પરદેશી માણસ હતો. એમનામાંના કેટલાકની ભાષા કરતાં હું જુદી ભાષા બોલતો હતો એ હકીકત એ છા મહત્ત્વની હતી. પરંતુ હું ધાર્મિક લાગણીથી દેરવાઈ ગયા વગરને શંકાવાદી ને દોષદર્શી દૃષ્ટિકોણ ધરાવતો એ હકીકત જયારે એ દૃષ્ટિકોણને વાણુમાં રજૂ કરવાનો પ્રયાસ કરતા ત્યારે વધારે મહત્તવની બની જતી. એમની પવિત્ર સૂક્ષ્મ લાગણીઓને દુઃખવવાની ઈચ્છા મારામાં જરા પણ નહોતી, પરંતુ મને એકદમ ઓછી અસર કરનારી ઢબ મુજબ વિષયોની ચર્ચા કરવાની કામના પણ મને નહતી. એથી કાંઈક અંશે, એ વસ્તુએ મને મૂગે બનાવી દીધે.
એ ત્રણે અંતરાયોમાંથી માર્ગ કરવાનું કામ કાંઈ સહેલું નહતું. કેટલીક વાર હું મહર્ષિને પ્રશ્ન પૂછવાની તૈયાર કરતો. પણ એ ત્રણ મુદ્દાઓમાં કોઈ પણ એક મુદ્દો આગળ આવતો ને મને નિષ્ફળતા મળતી.
મારા ધાર્યા પ્રમાણેનું અઠવાડિયું ક્યાંક પસાર થઈ ગયું ને મેં મારો મુકામ એક અઠવાડિયું વધારે લંબાવ્યો. મહર્ષિ સાથેનો વાર્તાલાપ કહી શકાય એ મારો પહેલો વાર્તાલાપ છેલ થઈ પડ્યો. એકાદ બે ઉપલક અને પરંપરાગત વાતથી આગળ વધીને મારાથી એમની સાથે વિશેષ ચર્ચામાં ન ઊતરી શકાયું.
- અઠવાડિયું પૂરું થયું ને ફરી પાછું મેં એક પખવાડિયું લંબાવ્યું. રોજ રોજ એ સંતના માનસિક વાતાવરણની સુંદર શાંતિને અને એમની આજુબાજુની હવામાં ફેલાયેલી નિર્મળતાનો અનુભવ મને થયા કરતો હતો.
મારી મુલાકાતનો છેલ્લો દિવસ આવી પહોંચ્યો છતાં મારાથી એમની પાસે ન પહોંચી શકાયું. મારે નિવાસ ઉત્તમ ભાવો અને મહર્ષિ સાથે કઈ વ્યકિતગત સંપર્ક સ્થાપવાની કરુણાજનક નિષ્ફળ